________________
- સાચી ક્ષમા. Goooooooooooooooooooo ... (૪૩) સ્ટooooooooooooooooooooooo જમા આત્માનો વિકાસ છે અને તે કોધના (વૈષના) અભાવ
સ્વરૂપ છે. ક્ષમા દયાનું અંગ છે અને તે દયાળુઓમાં અવશ્ય રહેલી હોય છે. ક્ષમા અહિંસાની જનની છે અને તે હિંસાએથી વિરક્ત આત્માઓને વરેલી છે. પાપકર્મના ઉદયથી પ્રતિકૂળ સંગોને અવ્યાકુળપણે સહન કરવા તે ક્ષમા. શ્રી મહાવીર પ્રભુને એક જ ઉદ્દેશ અને એક જ ઉપદેશ–સહન કરતાં શીખે. શ્રી મહાવીર પ્રભુને સાચો ભક્ત ક્ષમા ન વિસારે. અહિંસાનો પરમ ઉપાસક ક્ષમાને આશ્રિત બને. કમની નિજેરાથી વિકાસ મેળવનારના યશગાન સાંભળીને તથા પૂજા અને બહુમાન જોઈને અમર્ષ ન કરે તે ક્ષમાધારી. પુન્યકર્મના ઉદચથી વિલાસના સાધન તથા દુનિયામાં માન પ્રતિષ્ઠા અને મોટાઈ મેળવનારનું મનથી પણ અપમાન ન કરે તે ક્ષમાધારી. મેહના દાસત્વમાંથી મુક્તિ અપાવનારી ક્ષમા જ છે. પ્રભુએ ક્ષમાને આદર કરી સ્વતંત્રતા મેળવી અને અનંત જ્ઞાન, અનંત જીવન, અનંત સુખ આદિ આત્મસ્વરૂપના અનન્ય ભક્તા બન્યા અને અન્ય જીને પોતાના સર્વ સિધ્ધાંતેનું રહસ્ય ક્ષમા બતાવી.