________________
* ૩ર૬ :
જ્ઞાન પ્રદીપ. તથા પત્થરા જેવી વસ્તુને ખોરાક તરીકે વાપરી જીવવાનું સાધન બનાવે છે તે સર્વથા અનુચિત જ સાધન કહી શકાય અને જીવવાને માટે કેઈપણ માણસ તેને ઉપયોગ ન કરે તે પછી આત્મવિકાસના સાધન સમ્યગજ્ઞાન, સમતા, શાંતિ, સમભાવ, વૈરાગ્ય, ત્યાગ આદિ હોવા છતાં કઈ રાગ, દ્વેષ, વૈર, વિરોધ, અદેખાઈ, અસહિષ્ણુતા, ધૃણા, તિરસ્કાર, નિર્દયતા આદિને આત્મધર્મના વિકાસના સાધન બતાવે, તે ડાહ્યા અને જ્ઞાની પુરુષે કેવી રીતે માની શકે? અને આત્મવિકાસ માટે કેવી રીતે ભાન ભૂલી તન્મય બને ? વસ્તુ માત્રનું અસ્તિત્વ-હયાતીરહેવાપણું ધર્મને અવલંબીને રહેલું છે. સાકર મીઠી, કરિયાતું કડવું, મીઠું ખારું, આત્મા જ્ઞાનદર્શનવાળ, જડ વર્ણગંધરસાદિવાળું ઈત્યાદિ વસ્તુઓના ધર્મનું ખંડન-નાશ કરવા અનાદિ કાળથી અત્યાર સુધીમાં થઈ ગયેલી સમર્થ વ્યક્તિઓમાંથી કઈ પણ સમર્થ થયું નથી, થશે પણ નહિ અને હયાતે પણ નથી કે જે ધર્મનું ખંડન કરી શકે. સમજાતું નથી કે અત્યારે એકબીજા એકબીજાના ધર્મનું ખંડન કેવી રીતે કરતા હશે. ધર્મનું ખંડન કરવા જતાં આત્માના પિતાના ધર્મને ઢાંકી દેવા ગાઢ કમના પડદાઓ બનાવી સમ્યગૂજ્ઞાનદર્શનાદિને ઢાંકી રહ્યા છે. - સાધનાનું પણ ખંડન થઈ શકતું નથી, કારણ કે સાધનો પણ પિતાના જ સ્વરૂપમાં રહેવાના. સાધન પણ વસ્તુ છે અને તે કથન માત્રથી નાશ થઈ શકતી નથી. સાધનોના ઉપગનું જે ખંડન નહિ પણ સાધનની સાધ્ય પ્રત્યેની અનુકૂળતા–પ્રતિકૂળતાને વિચાર કરતા હોય તે કંઈક અંશે ઉચિત ગણાય, પણ ત્યાં કદાગ્રહ, મિથ્યા જ્ઞાન, મિથ્યા અભિમાન, રાગદ્વેષ, વેરવિરોધ, ઘણદિને અવકાશ જ નથી. જ્યાં આ વસ્તુઓ છે