________________
સાધન ધર્મ નથી,
૩૨૫ ૯
જ્ઞાન, દર્શન તથા પ્રદેશમાં જરા ય ભેદ નથી.
આત્મધર્મમાં અભેદદષ્ટિ થયા સિવાય રાગ-દ્વેષ ઓછા થતા નથી અને રાગ-દ્વેષ ઓછા થયા સિવાય આત્મવિકાસ થતા નથી. બધા ય પોતાને સમ્યગૃષ્ટિ માને, પણ વાસ્તવિક સ્વરૂપમાં અભેદદષ્ટિ થયા સિવાય સમ્યક્ત્વ કયાંથી ? આત્મધર્મમાં ભેદબુદ્ધિ અને જડધમમાં અભેદબુદ્ધિ તે કાંઈ સમ્યક્ત્વ કહી શકાય? અને જ્યાં સમ્યક્ત્વ નથી ત્યાં જ્ઞાન કયાંથી હોય? અને જ્ઞાન વગર વિકાસ કયાંથી?
સાધનને ધમ માનનારાઓ સાધનને દૃષ્ટિમાં રાખીને આત્મધર્મમાં ભેદ પાડે છે, પણ સાધન માત્ર જડ છે. તે સાધ્ય ચિતન્યના ધર્મમાં કેવી રીતે ભેદ પાડી શકે ? નામ, સ્થાપના, પુસ્તક, માળા, દેહકિયા, ભેખ બધાં ય જડને જ્ઞાન–દશન–ચારિત્રધર્મમાં પરિવર્તન કેવી રીતે કરી શકે? અનાદિ કાળથી આત્માના પ્રદેશેમાં ઓતપ્રોત થઈને રહેલું કર્મ-જડ આત્મધર્મમાં પરિવર્તન કરી શક્યું નથી. તે પછી કેઈક વખત જ સંબંધમાં આવનાર જડ આત્મધર્મને કેવી રીતે ફેરવી શકે? - સાબુ કપડાના તાંતણું ઉપર રહેલા મેલને દૂર કરી શકે, પણ તાંતણાઓને લાલ, પીળા કે કાળા ન બનાવી શકે. જડ સાધને આત્મપ્રદેશ ઉપર રહેલા કર્મજડને ખસેડી શકે પણ આત્મપ્રદેશને જ્ઞાન, દશનની તારતમ્યતા કે વર્ણ, ગંધ, રસ,
સ્પર્શવાળા ન બનાવી શકે. અજ્ઞાનતાથી જડ સાધનોને વળગી રહી વૈર-વિરોધને આશ્રિત બની આત્મધર્મમાં ભેદદષ્ટિ રાખનાર આત્મદ્રોહી હોવાથી આત્મવિકાસને અનધિકારી છે.
મનુષ્ય માત્ર જાણે છે કે માણસ અન્ન ખાઈને જીવે છે. માણસને જીવવાનું સાધન અન્નપાણી છે, છતાં કઈ માટી