________________
નિરાશામાં મુક્તિ.
: ૩૧ :
થાય છે. અજ્ઞાનજનિત નિરાશા અને જ્ઞાનજન્ય નિરાશા અન્ને વૈરાગ્ય ભાવના છે.
અજ્ઞાનજન્ય નિરાશા દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનજન્ય નિરાશા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. બન્ને પ્રકારના વૈરાગ્યના અંગે ત્યાગ પણ દુ:ખગર્ભિત અને જ્ઞાનગભિત એમ એ પ્રકારના હાય છે. દુઃખગર્ભિત વૈરાગ્યથી કરવામાં આવતાં ત્યાગ આશાગર્ભિત હાય છે અને તે જડાસક્ત જીવામાં પરિવતન પામતે નથી; કારણ કે પૌદ્ગલિક સુખાની ઇચ્છા હૈાવા છતાં ન મળવાથી નિરાશ અનીને ભાવીમાં મેળવવાની આશાથી કરવામાં આવે છે, જેથી કરી પુન્ય પ્રાપ્ત કરીને પોતાની આશા સફળ કરે છે. દુઃખગર્ભિત વૈરાગ્યજન્ય ત્યાગધમ અંગીકાર કરવાવાળાને જો મેાહનીય કમના ક્ષયાપશમ થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય તે તે દુઃખગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પણ થઈ શકે છે, અને જ્ઞાનગભિત વૈરાગ્યજન્ય ત્યાગથી આત્મવિકાસ પણ કરી શકે છે. ક્ષણિક, અનિત્ય, અસાર આદિ વસ્તુના યથાર્થ જ્ઞાનથી થવાવાળી નિરાશા સાચા જ્ઞાનગભિત વૈરાગ્ય છે. આ નિરાશા આશાજન્ય નિરાશા ન હેાવાથી આત્મવિકાસની અંગભૂત છે-યથાથ† આત્મસ્વરૂપના અ’શ છે. આ નિરાશા સવ કમ ના સંહાર કરી આત્માને પૂર્ણ સ્વતંત્ર બનાવવાવાળી છે અને તે નિરાશાજન્ય નિરાશા હોવાથી આત્મસ્વરૂપ વિરક્તભાવને જ કહેવામાં આવે છે.
જગતના આશાવાદ એટલે મેહનું સામ્રાજ્ય-મેાહની સત્તા. પરિવતનશીલ સંસારના કાઈ પણ સભ્ય જ્યાં સુધી
૨૧