________________
: ૩ર૦ :
જ્ઞાન પ્રદીપ,
કરીને જ જડ જગતની ક્ષણિક સૌંદર્યતા જેઈને તેને પ્રાપ્ત કરવા પુન્ય કર્મને ઉપાસક બને છે, પણ કર્મમાત્રને સંહારક બનતું નથી. અને પરિણામે કર્મની પરતંત્રતામાંથી મુક્ત થવાને બદલે વધુ ને વધુ બદ્ધ થતો જાય છે, જેથી કરીને નિરંતર કમને દાસ બનતે રહે છે.
મેહનાં મેજાં ફરી વળી દુઃખના દરિયામાં ડૂબેલું જગત સુખ-શાંતિ માટે ફાંફાં મારી રહ્યું છે, દુઃખગભિત દુખપૂર્ણ સુખમાં સંતોષ માની કિમતી માનવજીવન ખાઈ રહ્યું છેપણ અશાતા વેદનીયને અંત લાવ્યા સિવાય સુખ ક્યાંથી? અને તે અશાતાને અંત જીવ માત્રને શાતા પહોંચાડ્યા સિવાય કયાંથી? ધન, બાગ, બંગલા, કુટુંબ પરિવાર, સંપત્તિ આદિ શાતા સિવાય બધું ય નકામું. શાતા તથા અશાતાના અંત સિવાય અર્થાત્ વેદનીય કર્મના ક્ષય સિવાય સાચી અને શાસ્વતી શાતા કયાંથી ? આ દ્રવ્ય આરેગ્યતા તે અનંતી વખત મળી, શતાવેદનીય તે ઘણી વખત ભેગવી પણ ભાવ આરેગ્યતા વેદનીય કર્મના અભાવરૂપ આત્માએ આજ સુધીમાં પ્રાપ્ત કરી નથી, અને તેથી કરીને જ આત્માના સુખની દરિદ્રતા ટળી નથી. બદલાની આશા રાખ્યા રિવાય જીવને શાતા આપનાર ભાવ-આરોગ્યતા મેળવી શકે છે અને આશાવાદી દ્રવ્ય આરેગ્યતા મેળવે છે. જગત આશાવાદી છે એટલે જ અંતે નિરાશ બને છે. આશાવાદીની નિરાશા આત્મવિકાસ કરવાની હોય છે. નિરાશા તે જ વૈરાગ્યભાવ છે. આ નિરાશા સમજ-જ્ઞાનપૂર્વક અને અજ્ઞાનપૂર્વક હોય છે. જ્ઞાનપૂર્વક નિરાશા વસ્તુના યથાર્થ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનપૂર્વક નિરાશા ઈચ્છિત પૌગલિક વસ્તુ ન મળવાથી