________________
: ૩૧૬ :
જ્ઞાન પ્રદીપ.
પિતાની સાચી વસ્તુઓ ખાઈ નાખીને દુઃખી થાય છે. જે વસ્તુઓથી જીવ આનંદ-સુખ માને છે તે જ વસ્તુઓથી જીવ દુઃખ માને છે. ફરક એટલે જ હોય છે કે સંગે સુખ અને વિયેગે દુઃખ, સંગમાં અદષ્ટની અનુકૂળતા અને વિયેગમાં પ્રતિકૂળતા. વિચારક જ્ઞાની પુરુષોને માટે તે સંગ માત્ર ખોટા છે, કારણ કે જે પરિણામે દુઃખરૂપ નિવડે તે જ સુખરૂપ કહી શકાય જ નહિ, અને તેથી કરીને જ જ્ઞાની પુરુષે કઈ પણ પ્રકારના સંગને સારા કે નબળા સમજતા નથી. પણ સમભાવે રહીને સર્વ સંગેના અભાવને ઈચ્છવાવાળા હોય છે તેઓ જાણે છે કે જ્યાં સંગ-વિયોગ છે ત્યાં જ સંસારનાં બીજ વેરાયેલાં છે. અનુકૂળ સંયોગ અને પ્રતિકૂળ વિયોગ અથવા પ્રતિકૂળ સંગ અને અનુકૂળ વિયેગ આદિની જે ભાવનાઓ છે તે એક પ્રકારની કમજન્ય વિકૃતિ છે. સંતપુરુષે આવી વિકૃતિઓના વિનાશ માટે જ ઉદ્યમવાળા હોય છે. જ્યાં સુધી આ વિકૃતિઓ નષ્ટ ન થાય ત્યાં સુધી જીવની પ્રકૃતિમાં અસ્વસ્થતા જ રહેવાની અને જ્યાં સુધી અસ્વસ્થતા છે ત્યાં સુધી જીવને સુખ અને આનંદ કયાંથી?
પિતાના માનેલા અનુકૂળ સંગેમાં અનેક વખત અવતરવા છતાં જીવ આનંદને તે ભિખારી રો-આનંદ તથા સુખની કંગાલતા તે મટી જ નહી. આમ ને આમ અજ્ઞાનતાથી અનેક ભવમાં રખડ્યો અને અનેક વખત જન્મમરણ કર્યો તે થે કૃત્રિમ સંગને વિયોગ થવાથી દુઃખી થાય છે. કેટલી અજ્ઞાનતા ! અજ્ઞાનીઓને દેખાડવા માટે સંસારમાં મનાતી ઈષ્ટ વસ્તુના વિગ વખતે દુઃખ મનાવતો હોય તે વાત જુદી જ છે તે પણ સંસારમાં તત્ત્વજ્ઞ વિચારક પુરુષો તરીકે પ્રસિદ્ધિ