________________
સંગ-વિયોગ સુખદ નથી. : ૩૧૭ : પામેલાને માટે તે ઉપરથી ખાટે ડેળ કરીને દેખાડવું તે અજ્ઞાની જનતામાં પણ ઉપહાસનું પાત્ર બનાવે છે, માટે જ્ઞાની પુરુષોએ તે કૃત્રિમ વસ્તુના સંયેગ-વિયોગ સમયે સમભાવે રહીને અજ્ઞાની સંસારને જ્ઞાનસ્વરૂપી બનાવવો જોઈએ.
સંઘરી રાખેલું ઔષધ વ્યાધિસમયે કામ ન આવે તે તે સંગ્રહ શા કામનો ? કામપ્રસંગે સળગતો દીપક બૂઝાઈ જાય તે શા કામને ? વસ્તુતત્વના જાણકારને તે જનતાને વસ્તુતવ સમજાવવા સાવધાન રહેવાની અત્યંત આવશ્યકતા છે. આયુષ્ય કમને ઉદય તે જીવન અને આયુષ્ય કમને ક્ષય તે મરણ.. સર્વથા અપુનબધપણે આયુષ્યને ક્ષય તે મુક્તિ. આ તવનારહસ્યના જાણકાર સુખ તથા આનંદના અભિલાષી પ્રાણીઓ તે. સર્વથા આયુષ્યનો ક્ષય કરવાના પ્રયત્નવાળા હોય છે.
જીવનમાં જ દુઃખ રહેલું છે, કારણ કે જન્મ સિવાય જીવન હોતું નથી અને જીવન સિવાય મરણ હેતું નથી, માટે જ્યાં જન્મ મરણ છે ત્યાં દુઃખ રહેલું છે. જીવના સ્વ-સ્વરૂપ જીવન કે જે જન્મમરણના સર્વથા નાશથી પ્રગટે છે અને કૃત્રિમ જીવન, મરણ સ્વરૂપ જીવનથી સર્વથા ભિન્ન સ્વરૂપવાળું છે, અથવા તે જન્મ મરણના નાશરૂપ કારણનું કાર્ય છે તે જ જીવનમાં અનંતું સુખ તથા અનંતે આનંદ રહેલો છે. બાકી તે સંસારી આત્માઓને ભ્રમણ કરવાને માટે મળેલા કર્મજન્ય જીવનમાં સુખ તથા આનંદનો લેશ પણ હોતો નથી, માટે મહાપુરુષો આવા જીવનની પરવા રાખતા નથી અને સાચા જીવનની પ્રાપ્તિ માટે સમગ્ર કમ, જીવનને અર્પણ કરી દે છે.
જીવને જીવને સંયોગ થતું નથી પણ જડને સંગ થાય છે. સંસારના સંગ માત્ર સ્વરૂપ છે અને એટલા જ