________________
: ૩૧૨ :
જ્ઞાન પ્રદીપ.
ઓળખી શકતા નથી. વિલાસની વૃત્તિએ કાંઇક અંશે મદ થાય તે જ વિકાસ અને વિકાસીને આળખી વિકાસના માર્ગમાં સન્મુખ થઇ શકે છે. વિકાસ એટલે ખીલવું. અંદરની વિભૂતિનું મહાર પ્રગટી નીકળવું. કમળની જેમ અવિકસિત કમળ ઉપરથી લીલું દેખાય છે, પણ જ્યારે વિકસિત થાય છે ત્યારે વિવિધ વર્ણ યુક્ત થઇ તેના સૌરભ ચામેર પ્રસરી જાય છે. આત્માના વિકાસ, સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રનું પ્રગટી નીકળવુ. જ્ઞાનનું પદાર્થ માત્રમાં વ્યાપ્ત થઇને રહેવું.
વિલાસ એટલે પૌલિક પદાર્થોમાં વૃત્તિઓનું તન્મય થવુ વિષયી ઇંદ્રિયાનું વિષય જડના ધર્મો વર્ણાદિમાં ર'ગાઇ જવું અને વૃત્તિએ ઉપરથી વર્ણાદિના રંગ ફિક્કો પડી જવા, ઊડી જવા તે જ વિર’ગ, વિરક્ત, વૈરાગ્ય. તાંતણાની રૂવાંટીમાં પેસી ગયેલા રંગ કાઢતાં ઘણા જ પરિશ્રમ વેઠવા પડે છે અને તે વિલાસીને રુચે નહિ. સંસારના મોટા ભાગ શ્રીમંત બનવાની કેમ ઇચ્છા રાખે છે? ધનાસક્ત બની ધેાખી શા માટે થાય છે? પરિશ્રમ પસંદ નથી. પરિશ્રમ વગર જે પેટ ભરાતુ હાય તેા પરિશ્રમને કોઇપણ હાય નહિ.
દ્વારાને ઉપરાઉપરી ગાંઠે વાળતાં જરા ય પરિશ્રમ પડતા નથી પણ તે વાળેલી ગાંડા છેડતાં ઘણા પરિશ્રમ પડે છે, અલ્પ પરિશ્રમે કપડાંના ટુકડા થઇ શકે છે, પણ કપડું વણતાં ઘણા રિશ્રમ કરવા પડે છે. ધન વેડફી નાંખતાં પરિશ્રમ પડતા નથી, ધન ભેગુ' કરતાં મહેનત અને વખત લાગે છે. ચિત્રને ભૂસી નાખતા પશ્ચિમ અને સમય લાગતાં નથી. ચિત્ર ચીતરતાં પરિશ્રમ અને સમયની બહુલતા હોય છે.
રાગદ્વેષની ગાંઠ વાળતાં પરિશ્રમ કે મુશ્કેલી નડતી નથી.