________________
: ૪ :
જ્ઞાન પ્રદીપ.
અને ન હોય તે લાવે છે. દ્રવ્ય-ધનથી કંગાળ હોય તે પણ ભાવ–ધનની પ્રાપ્તિથી પિતાને શ્રીમંત કરતાં પણ અધિકતર માને છે. તાત્પર્ય કે ભાવગથી મુક્ત થવાની ઈચ્છાવાળા શ્રદ્ધાળુને તીર્થભૂમિના રજકણે મહાન ઔષધિરૂપે પરિણમે છે અને રસાયણની જેમ તેના આત્માને સબળ અને પરમ સ્વચ્છ બનાવે છે. તીર્થ ભૂમિના પુદ્ગલામાં આત્મશોધન શક્તિ
અનંતાનંત ચરમસરીરિયાના દેહના સ્પર્શથી વાસિત થયેલા અને તેમના જ દેહના પુદગલોના મિશ્રણથી તરૂપ બનેલા શત્રુંજય મહાતીર્થના રજકણેમાં, કમના રજકણમાંથી આત્માને શુદ્ધ બનાવવાની–મુક્ત કરવાની શક્તિ રહેલી છે. આ પુદ્ગલોમાં શેધન કરવાની શક્તિ સ્વાભાવિક નથી પણ પવિત્ર આત્માઓના સંસર્ગથી થયેલી હોવાથી સાંસર્ગિકી છે. જે પુદગલમાં આત્મશુદ્ધિ કરવાની શક્તિ સ્વાભાવિકી હોય તે પછી દરેક સ્થળે રહેલા યુગલો આત્મશુદ્ધિ કરવાવાળા હેવાથી તીર્થભૂમિની સ્પર્શના કરવાની આવશ્યકતા જ ન રહે અને કમપુદગલેથી આત્મિક ગુણેના ઘાતરૂ૫ અશુદ્ધિ થાય જ નહિ, તેમ જ દ્રવ્ય રેગીને પણ હવા-પાણ બદલવા ડૉકટરને સલાહ આપવાની જરૂરત ન રહે પરંતુ જેમ અપવિત્ર દેહધારિયેના આચાર, વિચાર અને ઉચ્ચારના તથા દેહના સંસર્ગથી આત્માને ભાવ રેગ ઉત્પન્ન કરવા તથા વધારવા શક્તિવાળાં થયેલા ભૂમિના રજકણને તથા વાતાવરણને સંસર્ગ છેડી દઈ ચરમશરીરી પવિત્ર આત્માઓના આચાર, વિચાર અને ઉચ્ચાર તથા દેહના સંસર્ગથી આત્મશુદ્ધિ કરવા શક્તિ