________________
તીર્થ. સ્થળે રહેવાની જરૂર છે, માટે તમે પંચગિની, આબૂછ કે દાર્જિલિંગ જાએ. આ પ્રમાણે વૈદ્ય-ડોકટરની સમ્મતિથી બીમાર સારા હવા-પાણીવાળા સ્થળે જઈને રહેવાથી, અને કુપગ્ય ટાળવાપૂર્વક દવાનો ઉપચાર કરવાથી રેગથી મુક્ત થાય છે, તેવી જ રીતે ભાવ રેગી ને ધવંતરી વૈદ્ય સમાન મહાપુરુષો ભાવરિગથી મુક્ત થવાથ માટે અનેક ચરમશરીરીઓ-પુરુષોત્તમના પુનિત દેહના સ્પર્શથી અત્યંત પવિત્ર થયેલી–પરમ શુધ્ધ વાતાવરણવાળી અને પરમ ભાવશુદ્ધિના કારણમૃત તીર્થભૂમિની સ્પના કરવાની સલાહ આપે છે. તદનુસાર ભાવ રેગી જીવે અસમ્યગૂ જ્ઞાન-ક્રિયારૂપ કુપચ્ચ ટાળીને સમ્યગુજ્ઞાન-ક્રિયારૂપ પચ્યવનપૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુની આજ્ઞારૂપ ઔષધોપચારદ્વારા તીર્થભૂમિની સ્પર્શના કરીને ભાવરેગથી મુક્ત થાય છે.
તીર્થ ભૂમીને પ્રભાવ. એક માણસ પોતાના ગામના દેરાસરમાં હંમેશાં જતે હેય અને પ્રભુની પૂજા-ભક્તિ કરતે હોય, તે તેની જોઈએ તેવી ભાવશુદ્ધિ થતી નથી અને હર્ષોલ્કર્ષ પણ થતો નથી. તે જ માણસ પરમ પવિત્ર અનન્ય સાધારણ શત્રુજ્ય જેવા મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યું હોય અને જ્યાં સુધી શત્રુંજયની ભૂમિમાં પગ પણ મૂકતો નથી; પરંતુ દુરથી જ શત્રુંજય ગિરિના દશન કરે કે તરત જ તેનું હૃદય હર્ષથી ઉભરાઈ જાય છે, અને રેમાંચિત ગાત્ર બની હર્ષાશ્રુ વહેવડાવે છે. ક્રમશઃ તીર્થભૂમિની
સ્પર્શના થયા પછી તેના જીવનક્ષણે પરમ શુદ્ધ દિશામાં વહેવા માંડે છે, ઐહિક જીવનની ચિતાજાળમાંથી મુકાઈ જાય છે, પરિણામની પરમ શુદ્ધિથી સમ્યક્ત્વ ઉજજવળ બનાવે છે,