________________
wwwwwvvvvvv
~~~~~~~~~
~~
સાચી સ્વાધીનતામાં જ સુખ છે.” : ૨૯ : સ્વાધીન શાને? અને તું સુખી શાને? - સંસારને વ્યવહાર ઘણે જ કઢગે છે. સંસારનો વ્યવહાર એટલે અલ્પજ્ઞ–અજ્ઞાનીઓએ સ્વાર્થ સાધવાને માટે પાથરેલી માયાજાળ. વ્યવહાર એટલે છળ, કપટ, દંભ, પ્રપંચ, મનમાં ઈચ્છા પણ ન હોવા છતાં શું કરીએ ? અમુક કામ કરવું પડશે, વ્યવહાર જાળવવું પડશે, ખાવા ખવડાવવાને વ્યવહાર, નમસ્કાર કરવા-કરાવવાને વ્યવહાર વિગેરે વિગેરે વ્યવહારે શું સૂચવે છે? આપણે સારી રીતે જાણતા હોઈએ કે અમુક વ્યક્તિ નિર્ગુણી છે, તેની પીઠ પાછળ આપણે તેના માટે ઘણા જ નબળા અભિપ્રાય ઘણી વખત બીજાના આગળ પ્રગટ કરીએ છીએ; છતાં તે વ્યક્તિ જ્યારે આપણને પ્રત્યક્ષ મળે છે ત્યારે આપણે વ્યવહારથી તેનું સન્માન કરીએ છીએ, તેના ગુણ બેલીએ છીએ, તેને સારું લાગે તેમ વર્તીએ છીએ, તેના ગયા પછી તેને અવર્ણવાદ બેલીએ છીએ, આ વ્યવહાર દંભ સિવાય બીજું શું છે? આ જ પ્રમાણે બધા વ્યવહારને તપાસી જુઓ. મને વૃત્તિ સિવાય વચન તથા કાયાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને
વ્યવહાર કહેવામાં આવે છે, અને જે પ્રવૃત્તિમાં મન ભળે છે તે નિશ્ચય વ્યવહાર કહેવાય છે.
વ્યવહાર બે પ્રકારના છે એક સવ્યવહાર અને બીજો અસવ્યવહાર. સવ્યવહાર આત્મવિકાસનું કારણ છે ત્યારે અસદુવ્યવહાર આત્મવિનાશનું કારણ છે. અસદ્વ્યવહારમાં મનવૃત્તિ ભળવાથી નિશ્ચિત વ્યવહાર થઈ જાય છે, તે પણ તેનાથી આત્મશ્રેય થતું નથી; ફક્ત આ જ લેકમાં લાભ મળી શકે છે.
કેમાં પ્રમાણિકપણું વધે છે, વિશ્વાસનું પાત્ર બને છે અને કેટલેક અંશે પૌગલિક સુખને સ્વાર્થ સાધી શકે છે. સદુ