________________
wwwvvwvvvvvvvvvvvvvvvvvuuuuu
: ૨૯૮ઃ
જ્ઞાન પ્રદીપ. બંગલા ઘરના છે, ઘેર બેચાર કરે છે, ઘરની ગાડી, મેટર છે, પચાસ હજારનાં દાગીના છે ને કસબી રેશમી સુંદર વસ્ત્રો છે, હજારનું ફર્નિચર છે, સર્વ વાતે સુખી છે, લેશમાત્ર પણ કેઈની પરાધીનતાનું દુઃખ નથી કે પારકી એશિયાળી વેઠવાની નથી, છે કાંઈ એને સંસારમાં દુઃખ? . આ તે બધું ચર્મચક્ષુથી જેનારને માટે સાચું, પણ જ્ઞાનદષ્ટિ-અંતર્દષ્ટિથી જેનાર સંતપુરુષો પૂછે કે ભાઈ! જેટલી વસ્તુઓને તેં ઉપર બતાવી તે સર્વ વસ્તુઓને તારે આત્મા સ્વાધીન કર્યો છે કે તે વસ્તુઓને તે પિતાને આધીન કરી છે? જે તે વસ્તુઓને તે પિતાને આધીન કરી હોય તે તે વસ્તુઓ તારે પીછે છેડે નહિ, તારી પાછળ પાછળ આવે, તારી હયાતિમાં તને છોડીને જાય નહિ. તે વસ્તુઓ તે તને છેડીને ચાલી જાય છે. તારા ચર્મચક્ષુથી પર્યાયાંતરરૂપ પરિવર્તન-નાશ થવાથી દેખાતી નથી ત્યારે તું તેને શેક કેમ કરે છે? તે વસ્તુઓને સંભારીને કેમ રડે છે? ખાવુંપીવું છેડી દઈને ગાંડે ઘેલા કેમ થાય છે? તારી સ્વાધીનતા ક્યાં ચાલી ગઈ? તારું સુખ કયાં ગયું? આવી ખેાટી સ્વાધીનતા અને ખોટા સુખમાં મશગૂલ બની, આત્માને કંગાલ બનાવી સંસાર-નગરના ચેરાશી ચૌટાની હજારે-લાખો-કડ ગલીઓમાં ભિખ ન મંગાવ! અંતદૃષ્ટિથી જરા જે, જ્ઞાનદષ્ટિ ઊઘાડ, તને સાચે માર્ગ મળી આવશે-તને સાચી વસ્તુ જડી આવશે. વળી જ્ઞાની, સંતપુરુષો પૂર્વે બતાવેલી વસ્તુઓ મેળવી સ્વાધીનતાના નશામાં મત્ત થયેલાને પૂછે છે કે શું તું સ્વાધીન છે? કઈ વાતે તું સ્વાધીન છે? આધિ, વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુ આદિથી તે સ્વાધીન છે? અને જો તું આ વસ્તુઓથી સ્વાધીન નથી તે પછી તું