________________
: ૧૯૪ :
જ્ઞાન પ્રદીપ.
ઘરા બનાવી શકે ખરા, પણ તેને ચિરસ્થાયી રાખી શકતા નથી; કારણ કે વિખરાઈ જવાના સ્વભાવવાળો કણસમૂહ વિખરાઈ જ જવાને, તેમ જ જડમાં રમનાર આળજીવ પરમાણુસમૂહના અનેક આકાર બનાવી શકે ખરા, પણ રાખી શકે નહિ; કારણ કે પરમાણુસમૂહ વિખરાઇ જવાના સ્વભાવવાળો છે.
જન્મ-મરણના કાયદો જડ ચેતનમય આખા સંસારને લાગુ પડે છે.બધી દુનિયા જન્મે છે અને મરે છે. જન્મમરણમાંથી જડ પણ બચી શકતું નથી. દુનિયા ક્ષણિક છે એટલે જન્મમરણવાળી છે. દરેક ક્ષણમાં જન્મમરણ રહેલાં છે. જે ક્ષણમાં જન્મ છે તે જ ક્ષણમાં મરણ પણ છે અને જે ક્ષણમાં મરણ છે તે જ ક્ષણમાં જન્મ પણ છે.
જન્મ-મરણ એટલે સંચાગ-વિયેાગ. સંચાગ તે જન્મ અને વિયેાગ તે મરણુ. બધા મેાતથી ભય પામે છે પણ જન્મથી કોઇ પણ ભય પામતું નથી. મેાતથી બચવા માટે બધા અનેક ઉપાય કરે છે, પણ જન્મથી ખચવા માટે કાઈ પણ ઉપાય કરતું નથી. આ ઉપરથી એમ જણાઇ આવે છે કે સંસારના વિયાગ ન થવા દેવા જીવ માત્રના પ્રયત્ન છે; પણ સંસારના સંચાગ ન થવા દેવા કોઈના પણ પ્રયત્ન નથી. તીર્થંકર આદિ મહાપુરુષાના પ્રયત્ન સંસારના સંચાગ ન થવા દેવા માટેના જ હતા, પણ માતથી બચવા માટે નહિ. તેમને જન્મના ભય હતેા પણ મરણને ભય નહાતા. સંપૂર્ણ મરણની તે તેમને ઇચ્છા હતી; કારણ કે સંપૂર્ણ મરણ તે મુક્તિ અને અપૂર્ણ મરણ તે સંસાર. જન્મથી ખચવાનેા અને મરણુથી બચવાના ઉપાય ભિન્ન છે; કારણ કે બન્ને ભિન્ન સ્વરૂપ છે. એક સંચાગસ્વરૂપ છે અને બીજો વિચેાગસ્વરૂપ છે. જન્મથી બચવાના ઉપાય સર્વથા જ સંસાર