________________
સાચું જીવન
uvom
રહી છે. સર્વથા
ને સથ આવી રીતે જા
આયુષ્યકમના ઉદયથી જોડાયેલ જીવ અને દેહના સંચાગસ્વરૂપ છે. જે સંગ સ્વરૂપથી જ અનિત્ય છે તેને આજ સુધીમાં કઈ પણ નિત્ય બનાવી શકાયું નથી. પ્રભુ શ્રી મહાવીર પણ દેહ-જીવના સંયોગને એક ક્ષણ પણ વધારી શકયા નથી અર્થાત્ એક ક્ષણ પણ વધારે જીવી શક્યા નથી. આ
જીવવાને મોહ બધા ય જાને છે. જે જીવન–દેહ સંચાગસ્વરૂપ છે તેમાં જ આનંદ માની તેનાથી છૂટું પડવું ગમતું નથી. આધુનિક સંસારમાં ત્યાગી, ભોગી, અધ્યાત્મી, બહિરાત્મદશાવાળા કે અંતરાત્મદશાવાળા બધા ય મતથી ભય પામે છે. દેહને છોડવાની વાત સાંભળવા માત્રથી જ બહુ દુઃખી થાય છે, પણ સર્વથા દેહથી છૂટી ગયા સિવાય મુક્તિ મળી શકતી નથી. દેહના સંગના સર્વથા અભાવસ્વરૂપ વિયેગ તે જ મુક્તિ અને તે જ સાચું જીવન છે. આવી રીતે કહેનારની તે સંખ્યા કંઈક દષ્ટિગોચર થાય છે પણ તેવી દઢ શ્રદ્ધાઆત્મવિશ્વાસવાળો તે ભાગ્યે જ કઈક હશે.
પિતે નિરાકાર હોવા છતાં જીવને જે કાંઈ આકાર મળે છે તેને પોતાનું જ સ્વરૂપ માનીને ન ભૂંસાવા દેવાને માટે ઉત્તમ માનવજીવનને વ્યર્થ વેરી નાખે છે તે પણ છેવટે આકાર તે ભુંસાઈ જ જાય છે; માટે નિરાકાર સ્વરૂપ પ્રગટ કરવાને જ જીવન વાપરવું જોઈએ. જેટલા આકારો છે તેટલા બધા ય બનાવટી છે ખાટા છે, પરમાણુઓના ઔધે છે. ભિન્નભિન્ન પરમાણુઓના સમૂહથી જે અંધ બને છે તે સ્વરૂપથી જ ભિન્ન છે, માટે તે અભિન્ન સ્વરૂપવાળા કેવી રીતે બની શકે? અને અભિન્ન હેયા સિવાય નિત્ય સ્થાયીપણું તેમાં હોઈ શકે જ નહિ.
રેતીમાં રમનાર બાળકે, રેતીના કણસમૂહનાં દેરાં અને