________________
: ૨૮૮ :
જ્ઞાન પ્રદીપ.
ઈતરને આપણા માનવાવાળા. છૂટાય નહિ ત્યાં સુધી તેા અકળાવાનું ને મૂંઝાવાનું આપણા માટે નિર્માણ થઇ ચૂકેલ જ છે. માનવદેહમાં પણ મૂંઝવણા હેાય તે પછી સમજવાનું ને છૂટવાનું ખીજે કયાં બનશે ? માટે કાંઈક સમજી લઉં અને છૂટી લતા સારું. એવા એક જ નિ ય ઉપર અવાય નહિ ત્યાં સુધી તે અનવસ્થિત ચિત્તની ભ્રમણામાં પડવાથી ઇચ્છિત સ્થળે જવાના માર્ગ સન્મુખ થઇ શકાવાનું નથી.
માનવદેહમાં જીવીને આપણે એ જ કામ કરવાનાં રહ્યાં. એ કામ થયાં એટલે બન્નેની દિશા જુદી, નામ જુદાં ને કામ પણ જુદાં. એક કરીએ તે ખીજું અટકી પડે. તે એ કામ કયા ? હમણાનું અને પછોનું, આ એમાંથી હમણાંનું પારકું અને પછીનું આપણું, તા હવે પારકું કામ પહેલાં કરવું કે પેાતાનું કામ પહેલુ' કરવું ?
ભરત રાજાને એ વધાઇએ સાથે આવી-ચક્રરત્નની ઉત્પતિ અને પિતાજીને કેવળજ્ઞાન. ભરત મૂંઝાયા. ચક્રરત્નની પૂજા હુમણાંનુ' કામ, પિતાજીની પૂજા પછીનું કામ. પહેલાં કર્યુ* કરવુ ? ક્ષણવાર વિચાર કરી, જન્મમરણના અતવાળો, છેવટના વિકાસી જીવનમાં વસવાવાળો, સાચા ડાહ્યો ભરત, હમણાંનું વિનશ્વર કામ છાડીને અંત વગરનુ શાશ્ર્વતુ પછીનું કામ કરવું યાગ્ય ધાતુ* અને કર્યું. આપણને એમ જણાશે ને સમજાશે પછી મૂંઝવણુ શેની ? અજાયબી અને વિચિત્રતા શેની ?
સંસાર અનાદિકાળથી હમણમાંનું કામ કરતા આવ્યેા છે, પણ હજી સુધી સફળતા મેળવી નથી, છેવટે નિરાશા જ મળી છે. આપણે સંસાર( હમણાં )ના કાનુ` છેવટ તપાસીએ તે