________________
: ૨૮૬ :
જ્ઞાન પ્રદીપ.
પ્રાચીન અથવા તેા અર્વાચીન ધમખળ વગર વિનાશમાંથી આખાદી મળવી મુશ્કેલ છે. યદ્યપિ વિનાશની ભાવના અભ્યુદય કરવાવાળી થઇ શકતી નથી, તે પણ પ્રાચીન પુન્યખળથી એક વખત વિનાશક પણ પોતાના કાર્યોંમાં વિજય મેળવી શકે ખરો પરંતુ પરિણામે તે જ વિજય પરાજયના રૂપમાં ફેરવાઈ જાય છે. વિનાશ સ્વરૂપથી જ વિપત્તિના વિકાસી છે; પણ સ'પત્તિના તેા વિનાશક જ છે, અને એટલા માટે જ વિનાશની ભાવનાનું વર્તુળ વિશાળ થવાથી આપત્તિના અંત શીઘ્ર આવી શકે તેમ નથી. મીજાના વિનાશની ભાવના વહેલી મેાડી પોતાના વિનાશ માટે થશે, કારણ કે અરસ્પરસની વિનાશની ભાવના સમગ્ર માનવસમાજમાં વ્યાપી જવાથી સામુદાયિક ભાવનાખળથી માનવી માત્રને આપત્તિવિપત્તિના ભાગી બનવું પડશે. બીજાના તરફ દુર્લક્ષ રાખીને કેવળ પોતાના જ માટે કરવામાં આવતી ભાવનાથી વ્યક્તિગત બચાવ થઇ શકતા નથી પણ સમષ્ટિના બચાવની ભાવનાથી આપત્તિવિપત્તિ લય પામી જઈને સવના બચાવ થઇ શકે છે, માટે સવ”ના ધ્યેયમાં જ પોતાનુ શ્રેય સમાયલું છે, સના સુખમાં જ પોતાનુ સુખ સમાયલું છે આવી દૃઢ શ્રદ્ધાથી શુદ્ધ અંતઃકરણપૂર્વક સવના ભલાની ભાવના જ ઉપસ્થિત થયેલા દુઃખદ પ્રસ ંગને દૂર કરી શાંતિ કરવાવાળી થશે.