________________
ભાવનાબળ શું ન કરી શકે? : ૨૮૫ : અદષ્ટ મહાશક્તિ તનતોડ–અસીમ પ્રયત્ન કરી રહી છે. જે ભૂમિ અને પ્રદેશે સ્વર્ગના સૌંદર્યની સ્પર્ધા કરતા હતા તેને જ અત્યારે ભયાનક યાતનાના સ્થળેનું સ્મરણ કરાવી રહી છે. જડાસક્ત અલ્પજ્ઞ ની તુચ્છ બુદ્ધિથી ગૂંથેલી વાજાળમાં ફસાઈને સર્વજ્ઞ મહાપુરુષોના વચનને અનાદર કરનારાઓને સર્વના સિદ્ધાંતની સત્યતા સિદ્ધ કરી આપ્યા સિવાય અદષ્ટ મહાશક્તિ સંહારના કાર્યમાંથી વિરામ પામવાની નથી.
ધર્મબળ અને બુદ્ધિબળ આ બંને પ્રકારના બળમાંથી ધર્મ બળ વધી જાય છે. દેખીતી રીતે તે બળ કરતાં બુદ્ધિબળ બહુ જ સારું કાર્ય કરતું જણાય છે, પરંતુ પરિણામે વિનાશક તથા વિઘાતક પોતાના સ્વભાવ પ્રમાણે માનવસમાજને ફળ આપવાવાળું થાય છે. કોઈપણ કાર્યના પરિણામે બુદ્ધિને પક્ષપાતી માનવી, જ્યારે સફળતા મેળવે છે ત્યારે બુદ્ધિમત્તાના આવેશમાં આવી જઈને ધર્મબળને હસી કાઢીને વાડે છે, પણ ધમબળને લઈને જ બુદ્ધિબળ કાર્યનું સાધક બની શકે છે. આ બાબતથી અનભિજ્ઞ મિથ્યાભિમાની માનવી જ્યારે બુદ્ધિનું પરિણામ વિનાશના રૂપમાં અનુભવે છે ત્યારે તે બુદ્ધિબળના અકિંચિત્કરપણાનું ભાન થવાથી સર્વ કાર્યમાં નિરાશ બનીને નિશ્રેષ્ટ થઈ જાય છે ધમબળ વગરનું કેવળ બુદ્ધિબળ શું કાર્ય કરી શકે છે તે સહુ કેઈને અત્યારે પ્રત્યક્ષ થઈ રહ્યું છે. એક વખતની બાહ્ય સુખની સહાયક બુદ્ધિની પ્રશંસા કરનારાઓ આજે તે જ બુદ્ધિને સંહાર સ્વરૂપવાળી જોઇને ખેડી રહ્યા છે. ધમબળ ખૂટી પડવાથી બુદ્ધિબળના કાર્યક્ષેત્રમાં ઘણી જ અવ્યવસ્થા ઊભી થઈ છે. વિનાશમાં પણ આબાદીની આશા રાખનારા બુદ્ધિશાળીઓ પોતાની બુદ્ધિને વિનાશના પંથે વાળી રહ્યા છે, પણ