________________
ભાવનાબળ શું ન કરી શકે?
: ૨૮૩ઃ
સહાય માગતું, અને પુન્યબળ વધારવાનો પ્રયત્ન કરતું કે જેને લઈને આપત્તિ-વિપત્તિમાંથી બચી જઈને સુખી થતું, પરંતુ અત્યારે એનાથી વિપરીત પ્રવૃત્તિ જોવામાં આવે છે. પહેલાં શ્રધ્યાવાદને સમય હતું ત્યારે અત્યારે બુદ્ધિવાદને સમય છે, અને તેના અંગે અત્યારે ધન તથા જીવનને બચાવવાને ધાર્મિક પ્રવૃત્તિઓને છેડી દઈને કેવળ બુદ્ધિને જ અનેક પ્રકારે ઉપ
ગ થઈ રહ્યો છે. ધનને ઓળખીને કેઈ લઈ ન જાય અથવા તો કઈ નાશ ન કરી શકે એટલા માટે તેને સેનું, ચાંદી, નોટ, ઘર, જમીન આદિ અનેક રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે, જીવન બચાવવાને સ્થળાંતરે કે દેશાંતરે કરવામાં આવે છે, તે પણ ધન તથા જીવનના નાશની આશંકા ટળતી નથી. આવા સમયમાં ય મેજશેખ છૂટતા નથી, અધમ તથા અનીતિથી બચતા નથી; વૈષયિક તૃષ્ણાઓ ઓછી થતી નથી, વૈરવિરોધ શમતા નથી, અને એક બીજાના ભલાની ભાવના જાગૃત થતી નથી. પાડોશીનું બળી જાઓ, ઢળી જાઓ કે સવનાશ થઈ જાઓ; પણ મારું તે બચી જ જાઓ. આ પ્રમાણેની ભાવનાવાળાઓની સંખ્યા વૃદ્ધિગત થતી ગઈ અને એક બીજાના વિનાશની ભાવનાનું વાતાવરણ ઉગ્ર બની મેર ફેલાતું ગયું. તેમજ બીજા સુખી થાઓ કે દુઃખી થાઓ પણ મારે તે બાગ, બંગલા, મેટર, નોકર, ચાકર, મિષ્ટાન્ન, સુંદર સુંદર ઘરેણાં, વસ્ત્ર અને સિનેમા, નાટક, ખેલ, તમાસા જોઈએ જ એવી ભાવનાથી પરની પીડા ન ગણુને પરસંપત્તિને પિતાની બનાવવાના પ્રયાસમાં જ અનીતિ તથા અધર્મને પ્રચાર વધતો ગયે કે જેને પરિણામે અત્યારની દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે જ્યારે એક બીજાના વિરોધની, હની