________________
: ૨૮૨ :
જ્ઞાન પ્રદીપ.
vvvvvvv
બનીને પ્રાણથી પણ મુકાઈ જાય છે. યદ્યપિ તત્વજ્ઞાની મહાપુરુષો આપત્તિ-વિપત્તિને કમની નિર્જરાનું કારણ માનીને ચિંતાતુર બની આત્તરોદ્ર ધ્યાન કરતા નથી અને સમભાવે શાંતિથી વેદી લે છે, પરંતુ પુદગલાનંદી, વિષયાસક્ત, દેહાધ્યાસી સંસારી છે તે વસ્તુતત્ત્વથી અજ્ઞાત હોવાથી વિનાશી ધન તથા જીવનને જ સુખશાંતિનું સાધન માને છે, અને તેના વિયોગના નિમિત્તને આપત્તિ-વિપત્તિ માને છે, જેનાથી મુકાવાને અર્થાત્ બનાવટી સુખના સાધનરૂપ ધન તથા જીવનને જાળવી રાખવાને અનેક પ્રકારનાં ઉપાયે કરે છે, છતાં તેમાં સફળતા તે થોડાક જ મેળવી શકે છે, કારણ કે પૌગલિક સુખના સાધને જડ તથા જડના વિકારસ્વરૂપ હોય છે. તેનું અસ્તિત્વ જાળવી રાખવાને પુદગલસ્વરૂપ પુણ્યકમની અત્યંત આવશ્યકતા રહે છે. પુણ્યકર્મ સિવાય ધનસંપત્તિ જાળવવાને માટે બાહ્યથી કરવામાં આવતા દરેક પ્રયત્ન નિષ્ફળ નિવડે છે, અને એટલા માટે જ મુખ્યપણે ધાર્મિક પ્રયત્ન જ કરે ઘટે છે. તે સિવાયના બધા ય પ્રયત્ન નકામાં છે.
પૂર્વકાળે ધાર્મિક શ્રદ્ધાના યુગમાં જ્યારે જ્યારે આપત્તિવિપત્તિ આવતી ત્યારે ત્યારે માનવજાતિ પોતપોતાની માન્યતા પ્રમાણે તન, મન અને ધનથી ધાર્મિક અનુષ્ઠાને અત્યંત આદર કરતી. માજશેખ તથા કાંઈક લેભદશાને લઈને યત્કિંચિત કરવામાં આવતી અનીતિ તથા અધર્મને તિલાંજલી આપીને “સર્વ જીવ સુખી થાઓની ભાવનાથી કે ઈશાંતિનાત્ર, જપ-તપ આદિ ધાર્મિક પ્રવૃત્તિ કરતું, તે કઈ યજ્ઞયજનાદિ, કોઈ પ્રભુપ્રાર્થના તે કોઈ દાન-પુન્ય કરતું. તાત્પર્ય કે સહુ કોઈ આપત્તિ-વિપત્તિમાંથી ઉગરવાને પોતપોતાના ઈષ્ટદેવની