________________
008
A ભાવનાબળ શું ન કરી શકે? છે oooooooooooooooooooo (૩૩) wooooooooooooooooooooછું
કર્મવાદને પ્રધાન માનનાર માનવજાતિ અને ઈશ્વરવાદને પ્રધાન માનનાર માનવજાતિ બંને ય ભાવનાબળને ઘણી જ મહત્વતા આપે છે. માનવજાતિમાં આપત્તિ-વિપત્તિ તથા સંપત્તિના જે પ્રસંગે ઉપસ્થિત થાય છે તેનું મુખ્ય કારણ સાસુદાયિક ભાવનાબળ છે. પુદ્ગલાનંદી જડાસક્ત જીવેનું સંખ્યાબળ વધે છે ત્યારે વૈષયિક વાસના પોષવાને માટે અધમ તથા અનીતિના આશ્રય તળે મલિન ભાવનાઓનું બળ પણ વધે છે અને અનિચ્છાએ પણ માનવજાતિને આપત્તિ-વિપત્તિ ભોગવવી
આપત્તિ-વિપત્તિ ભોગવવાના અનેક પ્રકાર છે જેવા કે-- બિમારી, ભૂકંપ, યુદ્ધ, જળપ્રલય, અગ્નિપ્રકેપ વિગેરે વિગેરે. આ બધા ય નિમિત્તે પ્રાણુઓના ધન તથા જીવનને હાસ કરનારા છે, નાશ કરનાર છે. પુદ્દગલાનંદી પ્રાણીઓ પૌગલિક સુખના સાધનો હાસ થવાથી કે નાશ થવાથી અથવા તે હાસ તથા નાશની આશંકાથી અત્યંત ગભરાયેલા તેમજ ચિંતાતુર