________________
: ૨૮૦ :
જ્ઞાન પ્રદીપ.
મૂકાવા માટે જ્ઞાની પુરુષો પાસેથી પણ ક્ષમા માગવી તે અપરાધી જીવનું અવશ્ય કત્તવ્ય છે.
પોતાની ભૂલ સમજાયા વગર માી માગી શકાતી નથી. જેએ પેાતાને અપરાધી સમજે છે તે જ માફી માગી શકે છે. જેઓ પોતાને અપરાધી માને છે તે જ પેાતાના આત્મગુણાનુ કમાંથી રક્ષણ કરી શકે છે અને તે જ પેાતાના આત્માના વિકાસ કરી સાચું સુખ અને સાચું જીવન મેળવી શકે છે. જીવાત્માએ તૃષ્ણાને ત્યાગ કરી, જડ સંસારથી વિરક્ત રહીને અપરાધી ન બનવું જોઈએ, છતાં કમવશ અનુપયેાગથી પ્રમાદી અની અપરાધ થઈ જાય તા તત્કાળ ક્ષમા માંગવી, તેમ અને તેા વર્ષ દિવસ પછી શુદ્ધ હૃદયથી, સરળપણે, નમ્રભાવે જીવ માત્રની પાસે ક્ષમા માગી લેવી અને ક્ષમા આપવી. આ પ્રમાણે આત્મવિકાસ માટે હૃદયશુદ્ધિની ઘણી જરૂર રહે છે.