________________
:
૭૪ :
જ્ઞાન પ્રદીપ.
^^
^^^^^^^
ભિન્ન સ્વભાવવાળાં છે. ચૂને ધોળો અને હળદર પીળી હોય છે, છતાં બન્ને જ્યારે ભેગાં થાય છે ત્યારે લાલ રંગ દેખાય છે. ધોળાપણું અને પીળાપણું ઢંકાઈ જઈને જે લાલ રંગ દેખાય છે તે જ તેની વિભાવદશા છે. પ્રયોગથી જ્યારે બન્નેને અલગ કરવામાં આવે છે ત્યારે બન્ને પાછા પોતપોતાના સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. ચૂને ધૂળ થઈ જઈને ચૂનાના રૂપે દેખાય છે અને હળદર પીળી થઈ જઈને હળદરના રૂપે દેખાય છે. બન્ને પાછા પોતપોતાના સ્વભાવ પ્રમાણે પિતપોતાના કાર્યમાં પરિણત થઈ જાય છે. ભેગા ભળેલા કંકુનું કાર્ય કરનારા હોય છે. બેઉ મળી એક જ કાર્ય કરે છે અને છૂટા પડી જુદું કાર્ય કરે છે તેવી જ રીતે જડ-ચેતન્ય પણ ભેગાં ભળી સંસારી કહેવાય છે અને બને એક કાર્ય કરે છે. તે જ છૂટા પડી ગયા પછી સ્વતંત્રપણે પિતપોતાનું કાર્ય કરે છે. સિનેમામાં બે વસ્તુઓ હોય છે. એક તે ફિલ્મની પટી અને બીજું લાઈટ (અજવાળું). આ બન્ને વસ્તુઓમાં લાઈટ અક્રિય છે અને ફિલ્મ સક્રિય છે. આત્મા લાઈટના સ્થાને છે અને કમં પ્રકૃતિ-વૃત્તિ ફિલ્મની પટીના સ્થાનમાં છે. લાઈટ અચળ છે, ફિલ્મ ચળ છે. લાઈટમાં ફિલ્મની ક્રિયા ભાસે છે પણ લાઈટ કિયા કરતી નથી. આત્મામાં જડની કિયા ભાસે છે પણ આત્મા અક્રિય છે. લાઈટ ન હોય તે ફિલમની ક્રિયા કેણ જાણે-જણાવે? આત્માને સ્વભાવ જાણવું ને જણાવવું, બાકીને સ્વભાવ જડને. પોતાને ઓળખ્યા સિવાય બધું ય નકામું. પારકાને ઓળખતાં અનંત કાળ વહી ગયે છતાં પણ તેને ઓળખી શક્યા નહિ. કર્મની સાથે વસતાં અનંત કાળ ગયે તે પણ તેના દુષ્ટ સ્વભાવને ઓળખી શક્યા નહિ. હંમેશાં જડનું જ ધ્યાન અને જડની જ સેવા. સાચું