________________
વિકાસના પંથે. : ૨૭૩ : ~
~ ~~~ રમાં નિશ્ચિત સ્વરૂપવાળી કોઈપણ વસ્તુ રહે જ નહિ. આત્માને સ્વભાવ જાણવાપણું-અક્રિયપણું છે. તે ત્રણે કાળમાં એક રૂપે જ રહે છે. તેમાં પરિવર્તન નથી. અને જડને સ્વભાવ સક્રિયપણું
અનાત્મજ્ઞપણું છે. તે પણ ત્રણે કાળમાં ફરતું નથી. ઉભય(જડચિતન્ય)ના સંગથી વિલક્ષણતા ભાસે છે. આત્મા સક્રિય ભાસે છે, પણ તે વિભાવ છે. સ્વભાવ તાવિક વસ્તુ નથી. એકલા આત્માની જ વિભાવદશા થાય છે તેમ નથી, પણ ઉભયના સંગથી ઉભયની વિભાવદશા થાય છે. આત્માની માફક જડની પણ વિભાવદશા થાય છે. જેવી રીતે આત્મા પર પરિણતિમાં ભળી જઈ સ્વરૂપને ભૂલે છે તેવી જ રીતે જડ પણ પર પરિણતિમાં ભળી જઈ સ્વરૂપને ભૂલે છે. ભૂલે છે એટલું જ, પણ છેડતા નથી. બન્ને મળ્યા પછી અતાત્ત્વિક દૃષ્ટિથી જોનારને ઉભયના સ્વરૂપથી વિલક્ષણ કેઈ ત્રીજું જ સ્વરૂપ દષ્ટિગોચર થાય છે કે જેને ઓળખવા માટે વિભાવ એવી સંજ્ઞા રાખવામાં આવી છે. જ્યારે બન્ને છૂટા પડે છે ત્યારે વિલક્ષણતા-વિભાવ નષ્ટ થવાથી પોતપોતાના સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. પછી જેને સ્વભાવસ્થ થયાં કહે છે. જેવી રીતે સર્વથા જડથી મુકાઈ જવાથી આત્માની મુક્તદશા કહેવાય છે તેવી જ રીતે સર્વથા આત્માથી મુકાઈ જવાથી જડની પણ મુક્તદશા થાય છે. આ પ્રમાણે બન્નેની મુક્તદશા એક સરખી હોવા છતાં આત્મા મુક્તદશામાં પોતાના સ્વભાવ પ્રમાણે અખંડપણે જાણવાપણાના પરિણામમાં વતે છે ત્યારે જડ મુક્તદશામાં પોતાના સ્વભાવ પ્રમાણે ખંડ ખંડ થઈ જઈને સક્રિયપણે અનેક પ્રકારના જડેના સંગવિયેગના પરિણામમાં વતે છે. ચૂને અને હળદરના સ્વભાવમાં ઘણું જ અંતર છે. અને