________________
સુખ-દુઃખ વિચારણું,
થઈને આપણે માની લઈએ કે અમે સુખી છીએ, અમારી પાસે ધનસંપત્તિ છે, અમારી પાસે સુખનાં બધાં ય સાધન છે, અમારે હવે કોઈ પણ વસ્તુની જરૂરત નથી. આમ ને આમ જડની દુનિયામાં વિચરીને અનેક પ્રકારના અપરાધો આંખ મીંચીને કરી લઈએ પણ કાળયવનને ઝપાટે લાગતાં જ જીવનદીપક બુઝાઈ જવા દે. પછી જુઓ અંધારામાં શું દશા થાય છે ? એ બધાં ય સુખનાં સાધનો અને ધન-સંપત્તિ આપણને કેટલે આનંદ તથા સુખ આપે છે? ગર્ભની અનેક પ્રકારની યાતનાઓ, સંમૂચ્છિમપણે અનંતી વાર થતાં જન્મમરણનાં દુઃખે, અત્યંત પ્રતિકૂળ જડના સંગવાળા નારકના ત્રાસ-આ સઘળા ય શું નાશ પામી ગયાં છે કે જીવો નિશ્ચિત બની મળેલા માનવજીવનને પ્રમાદથી ખાઈ રહ્યા છે ? શું મનુષ્ય એમ માની બેઠા છે કે માનવજીવન એટલે મુક્તિ અથવા તે માનવજીવન પછી માનવજીવનના અંત સાથે જ સર્વ આપત્તિવિપત્તિઓનો પણ અંત આવી જઈ જન્મજરા મૃત્યુથી મુક્ત જ થવાના ? .
જે આવી વિચારણા ન હોય તે આટલી નિર્ભયતા તથા આટલી નિશ્ચિતતા ન હોય. જેઓ માનવજીવન પછી તરત જ મુક્ત થવાના હોય છે તેમને આટલી નિશ્ચિતતા, નિર્ભયતા કે પ્રમાદ હેતે નથી તે પછી જેનું કાંઈ પણ ઠેકાણું નથી તેને આટલું નિશ્ચિત કે નિર્ભય રહેવું કેમ પાલવે ? માટે વિકાસી પુરુષના પગલે ચાલીને, મિથ્યા સુખદુખથી મુકાઈ જઈને આત્મગુણસ્વરૂપ સાચું સુખ મેળવી લેવું જોઈએ.
‘e
5