________________
: ૨૭૦ :
જ્ઞાન પ્રદીપ.
થતા નથી, વિશુદ્ધ જડ પરમાણુના સંચાગ થાય છે. આત્મામાં ક્રોધ, માન, માયા, લાભ, સુખ, દુઃખ આદિ નિરપેક્ષ ઉત્પત્તિ કે વિનાશવાળા હાય છે. ઘટટાદિ પદાર્થો ઉત્પત્તિવાળા હાય છે, માટે જ નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સઘળા ક્ષણિક છે. વાસ્તવિકમાં કેાઈ વસ્તુ નથી પણ સચેાગથી ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિકાર છે અને જે વિકાર છે તે ક્ષણ ક્ષણમાં બદલાયા કરે છે.
મહાપુરુષોના અનુભવ પ્રમાણે સુખદુ:ખ કોઈ વસ્તુ નથી. કમ સંચાગથી થતી આત્માની વિકૃત દશા છે. આ વિકારરૂપ સુખને મેળવવા અને વિકારરૂપ જ દુઃખને દૂર કરવા સંસારવાસી જીવા અનેક પ્રકારના ઉપાચા રચે છે, પણ તે સઘળા વ્ય છે. અનુકૂળ જડાના સંચાગ અને પ્રતિકૂળ જડાના વિયાગ ઈચ્છતાં અનંત કાળ ગયા ને અનંતા કાળ જશે. અન તી વખત જડની અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં કાંઇ પણ કાર્ય સિદ્ધિ થઇ નહિ. અનંતા ક્ષુદ્ર ભવેામાં કપાતાં, દાતાં, છેદ્યાતાં, ભેદાતાં, વટાતાં, દુખાતાં, દારુણ દુ:ખા સહીને માનવી અન્યા તા ૫ જડ જગતના માહુ છૂટ્યો નહિ એટલે જીવને પાછી તેની તે જ દારુણ દુઃખા સહન કરવાની દશા કાયમની કાયમ રહી. જીવ અહિયા દુઃખથી પ્રતિકૂળતાથી ડરે છે પણ એ જ મહાન દુઃખા કયાં છૂટી ગયાં છે ? જડના સંગીને સુખ કયાંથી ? જડના ઉપાસકને તે સહજાનંદ મળે ખરા ? કાદવમાં ને વિષ્ટામાં આળેાટનારને શુદ્ધિ ને પવિત્રતા શેની ? જીવ પાતે મેાહના દબાણથી ગમે તેમ માની લે કે મને અમુક જ અનુકૂળ છે, પણ જડ કાઇ પણ કાળે જીવને અનુકૂળ થાય ખરું ? શત્રુ કાઇ કાળે અનુકૂળ થઈ આનંદ આપે ખરા ? માનવજીવનમાં પાંચ પચીશેક વષૅ મેાહના ગુલામ