________________
~
~
~~
~
~~~~~~~~~
~
~~
~
સુખ-દુખ વિચારણા : ૨૬૯ : અવિનાશી વસ્તુમાં ઉત્પત્તિ તથા નાશનું સ્થાપન કરવું, ઉત્પત્તિ તથા નાશવાળી માનવી, તે ઉત્પત્તિ અને વિનાશ સાપેક્ષ કહેવાય છે. જેમકે–આકાશ અખંડ છે, નિત્ય છે, ઉત્પત્તિ કે વિનાશ વગરનું છે. તે આકાશમાં રહેલા પદાર્થો ઘટ, મઠ, પટની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને આકાશની ઉત્પત્તિ તથા વિનાશ કહેવાય છે. બાકી આકાશ તે એક જ રૂપે રહે છે. આત્મા અખંડ છે, નિત્ય છે. તે ઘટપટાદિ પદાર્થોની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને તેનું જ્ઞાન ઉત્પત્તિ વિનાશવાળું કહેવાય છે. બાકી આત્મા તથા જ્ઞાન એક જ રૂપે રહેવાવાળા છે. આ જ પ્રમાણે મૂળ વસ્તુમાં ફેરફાર ન થતાં અન્ય વસ્તુમાં થતાં ફેરફારવાળી માનવી તે સાપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. જે વસ્તુમાં અન્ય વસ્તુની અપેક્ષા વગર અન્ય ઉત્પત્તિ કે નાશ વાળી વસ્તુને આશ્રય લીધા વગર મૂળ વસ્તુમાં ફેરફાર થવો. તે નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ અનિત્ય વસ્તુઓમાં થાય છે. જેટલી અનિત્ય. વસ્તુઓ છે તે બધી સગવાળી હોય છે, વિકારવાળી હોય છે. સંસારમાં બે જ વસ્તુઓ નિત્ય છે; બાકી સઘળી અનિત્ય છે. શુદ્ધ આત્મા તથા શુદ્ધ પરમાણુ આ બે નિત્ય છે. પુદગલ પર માણુઓની સંખ્યાત અસંખ્યાત અનંતપ્રદેશી ઔધે અનિત્ય છે. આત્માની સાથે જોડાયેલા કર્મ પુદગલેને લઈને આત્મા અનિત્ય છે, એટલે ધર્મસંગથી થતાં આત્માના ભાવે અનિત્ય છે, અવાસ્તવિક છે.
નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સંગવાળા હોય છે. તે સંગ જડની સાથે જડને સંગ અથવા આત્માની સાથે જડને સંગ થાય છે; પણ વિશુદ્ધ આત્માને સગાસંબંધ