________________
: ૨૬૮ :
જ્ઞાન પ્રદીપ.
તે વસ્તુ જ નથી. સિદ્ધાત્માઓમાં શેયની અપેક્ષાથી ઉત્પત્તિ કે વિનાશ થયા જ કરે છે. શેય વસ્તુની ઉત્પત્તિથી જ્ઞાનની ઉત્પત્તિ અને શેયના વિનાશથી જ્ઞાનનો નાશ. આત્મા તે ધ્રુવપણે રહે છે. આત્માની ઉત્પત્તિ કે વિનાશ નથી.
આ પ્રમાણે વિચાર કરતા નિરપેક્ષ ઉત્પત્તિવાળા સુખદુ:ખ તે કાંઈ પણ વસ્તુ જ નથી, એમ જ્ઞાની પુરુષો માનતા હોવાથી તેમને તેની કોઈ પણ અસર થતી નથી. તેઓ તે આત્મસ્વરૂપને જ સુખ માને છે કે જે એક આત્માને ગુણ છે અને દુઃખ તે વાસ્તવિક કે અવાસ્તવિક કાંઈ પણ વસ્તુ જ નથી.
એક કંગાલ માણસને અણચિંત એક લાખને લાભ થયે એટલે તે પિતાને પરમ સુખી માનીને ઘણો જ ખુશી થયે. એક મહિના પછી કે તરત જ બે લાખનું નુકસાન થયું એટલે તે પિતાને પરમ દુઃખી માની શોકાતુર થયે. બતાવે, આ સુખ તથા દુઃખ શું વસ્તુ છે ? લાભાંતરાયને શોપશમ અને લાભાંતરાયના ઉદય સિવાય બીજું કાંઈ પણ નથી. સુખ-દુઃખ તથા હર્ષ-શેકમાં રતિમોહનીય તથા અરતિ કે શોકમેહનીયના ઉદય સિવાય બીજું કશું ય નથી. શુભાશુભ કર્મના ઉદયથી કે ક્ષયથી આત્મામાં ઉત્પન્ન થવાવાળી વિકૃતિને વાસ્તવિક વસ્તુ માનનારા આત્માઓ કેટલી ભૂલ કરે છે? સાપેક્ષ ઉત્પત્તિ વિનાશ અને નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ આ બન્ને સારી રીતે જણાવાથી નિત્યાનિત્ય, વાસ્તવિક, અવાસ્તવિક વસ્તુઓ સારી રીતે તેમજ સાચી રીતે ઓળખી શકાય છે. વસ્તુની વાસ્તવિક-યથાર્થ ઓળખાણ થવાથી સાચા સુખને માગ સરલ થઈ પડે છે. સાપેક્ષ ઉત્પત્તિ કે વિનાશ એટલે બીજી ઉત્પન્ન થવાવાળી તથા નાશ થવાવાળી વસ્તુની અપેક્ષાથી જે અનુત્પન્ન તથા