________________
mw
સુખ-દુઃખ વિચારણુ. : ર૬૭ : અને દુઃખ આ ત્રણે શબ્દ એક જ સ્થિતિ જણાવનારા દુનિયામાં મનાય છે. હવે આપણે વિચાર કરીએ કે દુઃખ જેને કહેવામાં આવે છે તે શું વસ્તુ છે? પીડા શું વસ્તુ છે? પિતાની સમજ પ્રમાણે જે માણસ જે વસ્તુને અત્યંત પ્રતિકૂળ માને તે વસ્તુ તેના માટે દુઃખદાયી છે. તે વસ્તુના નિમિત્તથી તેના ભાવમાં અણગમે રહે છે, અરુચિ રહે છે અને જે વસ્તુ અત્યંત અનુકૂળ હોય તે વસ્તુથી તેના ભાવમાં આનંદ તથા સુખ વતે છે.
અશાતાના ઉદયથી અથવા આપણને ગમતી વસ્તુને વિયેગ થવાથી કે અણગમતી વસ્તુને સંગ થવાથી આપણે દુઃખ માનીએ છીએ ત્યારે જ્ઞાની પુરુષે આપણે દુઃખના નિમિત્તોમાં સુખ માને છે અર્થાત્ અજ્ઞાનીઓમાં દુઃખના સાધનો જ્ઞાનીઓને સુખ આપનારાં થઈ પડે છે ને અજ્ઞાનીઓના સુખનાં સાધને જ્ઞાનીઓને દુ:ખરૂપ થઈ પડે છે.
સંસારમાં જેને સુખ તથા દુઃખ કહેવામાં આવે છે તે પ્રતિકૂળતા તથા અનુકૂળતાને છોડીને કોઈ ખાસ વસ્તુ નથી; કારણ કે માનવામાં આવતા સુખ-દુઃખ કઈ પણ દ્રવ્ય નથી, તેમજ કઈ પણ દ્રવ્યને ખાસ ગુણ પણ નથી. જડચૈતન્યના સંગથી ઉત્પન્ન થયેલ વિકાર છે, અને તે જચેતન્યને વિયાગ થવાથી નાશ પામી જાય છે કે જેની નિરપેક્ષ ઉત્પત્તિ નથી. પૌગલિક સુખદુઃખની નિરપેક્ષ ઉત્પત્તિ છે માટે જ તેને વાસ્તવિક દ્રવ્ય તથા વાસ્તવિક ગુણમાં ન ગણતાં આત્માની સાથે જડના સંગથી થતા આત્માની વિભાવદશા માની છે. તેને કેવળી અવસ્થામાં કે સિદ્ધાવસ્થામાં નાશ થઈ જાય છે. સાપેક્ષ ઉત્પત્તિ તે વાસ્તવિક વસ્તુ માત્રામાં હોય છે અર્થાત નિત્ય વસ્તુમાં પણ હેય છે અને જે સાપેક્ષ ઉત્પત્તિ કે વિનાશ વસ્તુમાં ન હોય તે