________________
તાત્વિક વિચારણા
: ૨૬૫ ૪
કહેવાય છે તે આત્માના વિભાવ૫ર્યાનું પુદગલદ્રવ્યની સાથે તથા પુદગલદ્રવ્યના ગુણપર્યાયની સાથે સંગવિયેગરૂપ ક્રિયાનું અંગ છે અને તેમાં જે આત્માને આનંદ તથા ખુશીને અનુભવ થાય છે તે એક પ્રકારનું અજ્ઞાન છે. અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન છે, અને તે આત્માનો ગુણ છે–પર્યાય છે; છતાં તેને અજ્ઞાન એટલા માટે કહ્યું છે કે વિભાવપર્યાયની છાયા પડવાથી તે મલિન થયેલું છે. સ્ફટિકમાં કાળા વસ્ત્રની છાયા પડવાથી સ્ફટિક કાળું કહેવાય છે તેમ વિભાવપર્યાયની છાયા પડવાથી જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, બાકી તો અજ્ઞાન કેઈ પણ દ્રવ્યને ગુણધમ ન હોવાથી તાવિક વસ્તુ નથી. જ્યારે અજ્ઞાન અતાવિક છે, તે પછી ભેગે કે જે અજ્ઞાનની છાયા છે તે તાવિક કેવી રીતે હોઈ શકે ?
આત્મદ્રવ્યની સાથે સંગસંબંધથી રહેલા પુદગલદ્રવ્યને આત્મદ્રવ્યથી ભિન્ન-અલગ રહેલા પુદ્ગલદ્રવ્યની સાથે સંગસંબંધ થવો તે ભેગપભેગ અને તેની અજ્ઞાનતાથી આત્મા પોતે માની લે કે હું આ વસ્તુઓને ભેતા છું, આ ભેગેથી હું સુખી છું, મને બહુ જ સુખ ઉપજે છે, શાતા થાય છે. આવી માન્યતાથી તેની સાથે સંગ-સંબંધથી રહેલા કમદ્રવ્યને પુષ્ટિ મળે છે, અને પોતાના સ્વભાવપર્યાય વધુ મલિન બનતા જાય છે. આત્માનું સ્વગુણપર્યાયનું ભક્તાપણું તાદાભ્ય છે-તસ્વરૂપ સંબંધથી રહેલું છે. સઘળા દ્રવ્યમાં પોતપોતાના ગુણપર્યાયનું ભક્તા પણું તાદામ્ય સંબંધથી જ હોય છે, માટે જે દ્રવ્યના ગુણપર્યાય. સાથે અથવા તો તે દ્રવ્ય સાથે સંગસંબંધ છે તે તેને ભક્તાબની શકે નહિ અર્થાત્ દ્રવ્યના સંચાગ-સંબંધમાં તેનું ભક્તાપણું છે જ નહિ; માટે આત્મા પગલદ્રવ્યને કે તેને ગુણના પર્યાને લેતા બની શકતું જ નથી અને એ હેતુથી જ પુદ્દગલદ્રવ્યના ભંગ માટે વલખાં મારવાં વ્યર્થ છે.