________________
તાત્ત્વિક વિચારણા.
૯ ૨૬૧ ?
પાછા જીવતા થાય, અને મુક્ત થયેલાઓને સંસારમાં જન્મ ધારણ કરીને પાછું રઝળવું પડે. ક્ષણિક જગત અક્ષણિક થઈ જાય.
જે જન્મે છે તે જ મરતે નથી, મરનાર બીજે છે. જે માં પડ્યો હોય તે સાજો થતો નથી, માંદે પડનાર જુદો હતો અને સાજો થનાર જુદે જ છે. જે શ્રીમંત હતો તે ગરીબ થયો નથી અને જે ગરીબ હતો તે શ્રીમંત થયો નથી. જો કે આ ક્ષણિકતા બૌદ્ધોનું બળ વધારનારી છે છતાં તે સર્વવ્યાપી છે. આ ક્ષણિકતા સર્વ પદાર્થોને માન્ય રાખવી પડે છે અને જે માન્ય ન રાખે તે પદાર્થો પિતાનું સ્વરૂપ ખાઈ બેસે છે.
આત્મા એક જ વસ્તુને જાણે પણ અનંતી વસ્તુઓને ના જાણી શકે. અનેક રૂપે રહેલું જગત એક જ રૂપે દેખાય, માટે જે દરેક વસ્તુમાં ક્ષણિકતા તે રહેલી જ છે. આધાર તે વસ્તુદ્રવ્ય અને આધેય તે ક્ષણિકના પર્યાય. જે પર્યાય વ્યતીત થાય તે જ પર્યાય પાછો આવતો નથી અને પર્યાયને આશ્રયીને વસ્તુ ભિન્ન ભિન્ન અનેક રૂપે રહેવાની જ, માટે પર્યાય તરફ લક્ષ ન આપતાં દ્રવ્ય તરફ લક્ષ્ય આપવું. પર્યાયાને ગ્રહણ ન કરતાં દ્રવ્યની શુદ્ધ દશા વિચારી તેને જ અગ્રસ્થાન આપવું. પર્યાયના પ્રપંચમાં ન મૂંઝાવું તે જ જ્ઞાની પુરુષનું ભૂષણ છે અને વિકાસની શરુઆત છે. - પર્યાયે માત્ર વ્યવહારમાં વર્તવાને જ ઉપયોગી છે પણ દ્રવ્ય તે ખાસ સ્વરૂપ જ છે અને ત્રણે કાળમાં એકરૂપે રહેતું હવાથી શુદ્ધ સ્વરૂપ છે, માટે જ દ્રવ્યમાં અડેળવૃત્તિ છે અને પર્યાયમાં ડેળવૃત્તિ છે. દ્રવ્ય એક છે, પર્યાય અનેક છે. પર્યાયદષ્ટિમાં ડહેળાણ થવાથી મલિનતા રહેવાની જ અને દ્રવ્યદ્રષ્ટિમાં હલચલ ન હોવાથી સ્વચ્છતા રહેવાની જ. અનેક રૂપને ધારણ