________________
: ૧૬૨ :
જ્ઞાન પ્રદીપ.
કરનાર બહુરૂપી ગમે તેટલાં રૂપ બનાવી વ્યવહારમાં તે છતાં નિશ્ચયથી પોતાને સારી રીતે જાણે છે કે હું તેા પ્રાણશંકર નામના તરગાળા છું. તેવી જ રીતે તમે ચારે ગતિમાં ગમે તેટલાં રૂપ ધારણ કરી સ'સારની વ્યવહારરાશિમાં આળખા પણ તમારે તે નિશ્ચયથી પેાતાને શુદ્ધ દન, જ્ઞાન, ચારિત્રમય સચિદાનંદ સ્વરૂપથી જ ઓળખાવુ જોઈએ. પર્યાયદૃષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયાગી છે દ્રવ્યદૃષ્ટિ (સ્વસ્વરૂપમાં) સ્થિર કરવાને અદ્વિતીય કારણ છે. બાકી તે પર્યાયદષ્ટિપણુ સવથા ત્યાજ્ય છે, કારણ કે પર્યાય તે વિકૃતિ છે અને દ્રવ્ય તે પ્રકૃતિ છે. આ સ્થળે આટલી વાત ખાસ જાણવા જેવી છે કે આત્મદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યના સંચાગ હાવાથી આત્માના સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય એમ બે પ્રકારના પર્યાય આત્મામાં રહેલા છે. કમ દ્રવ્યના પર્યાય તે વિભાવપર્યાય અને આત્મદ્રવ્યના પર્યાય તે સ્વભાવપર્યાય. કમના વિયેાગ થયા પછી આત્મામાં વિભાવપર્યાય રહેતા નથી અને તેથી કંઈ આત્માનું અગડતુ નથી પણ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. આત્માના અસ્તિત્વનું સૂચક કેવળ સ્વભાવપર્યાય જ રહી જાય છે. આ સ્વભાવપર્યાયાને દ્રવ્યથી વિયાગ થઈ શકતા નથી અને તે પ્રકૃતિસ્વરૂપ કહેવાય છે અને પરપર્યાય તે વિકૃતિસ્વરૂપ છે. આત્મામાં રહેલા સ્વભાવ અને વિભાવસ્વરૂપ પર્યાયેા ભિન્ન ભિન્ન રહીને પેાતાનું કાય કયે જાય છે. અનંતાનંત વિભાવપર્યાચા આત્માના સ્વભાવપર્યાયમાં લેશ માત્ર પણ પરિવર્તન કરી શકતા નથી અર્થાત્ પેાતાના સ્વરૂપમાં જરા પણ ભેળવી શકતા નથી. પર્યાયથી દ્રવ્ય જીદું નથી અને દ્રવ્યથી પર્યાય જુદા નથી. આ નિયમ સ્વભાવપર્યાયને લાગુ પડી શકે છે, પણુ વિભાવપર્યાયને