________________
ધર્મસ્વરૂપ.
: ૨પ૭ :
“gaહ્ય પુજા Hits ” નીતિ પણ આમ જ કહે છે કે પરેપકારથી પુન્ય થાય છે અને પરને પીડા આપવાથી પાપ થાય છે, માટે જે પુણ્યને માટે પ્રાણીઓનો વધ કરે છે તે સર્વથા ધર્મનું વિકળ સાધન છે, એટલું જ નહિ પણ પુણ્યનું પણ વિકળ સાધન છે માટે જે દેવીદેવતાઓને બલિદાન આપવામાં ધર્મ માને છે તે વાસ્તવિક ધર્મને સમજતા જ નથી, પરંતુ તેમના કુળનો ધર્મ હોય તો ન કહેવાય.
જ્યાં આત્માની પરમાત્મદશા પ્રગટ કરવાનો આશય હેય છે ત્યાં પ્રાણવધનો સર્વથા નિષેધ છે અને કેઈ પરમાત્મદશા પ્રાપ્ત કરવા પ્રાણીવધ કરે છે તો તે સવથા અજ્ઞાની જ છે; અને તેનો પ્રયત્ન વિષપાન કરીને જીવવાને ઈચ્છવા જેવું છે. આ લોકનાં વિષયાદિ સુખને માટે કદાચ તેનો પ્રયત્ન પ્રારબ્ધ અનુસાર સફળ થવામાં દેવીદેવલાં નિમિત્તભૂત થઈ શકે ખરા; પરંતુ વિશુદ્ધ ધર્મ કે ઔપચારિક પુણ્યધર્મને માટે તે તે પ્રયત્ન સર્વથા નિષ્ફળ છે એટલું જ નહિ તેના આત્માના માટે તો અત્યંત અનિષ્ટ છે, અનેક યાતનાઓનો ઉત્પાદક છે.
જે વાસ્તવિક ધર્મ છે તે તે સર્વને એક સરખે જ માન્ય છે માટે પોતે માની લીધેલો ધર્મ તે ધમ કહી શકાય નહિ; ધર્મ તે વસ્તુનો ગુણ છે. તેમાં માનવાપણું કે ન માનવાપણું એ કાંઈ મતભેદ રહેતું નથી. પોતાની માન્યતાનો ભેદ ધર્મના સાધન વ્યાપારમાં પડી શકે છે, માટે વાસ્તવિક ધર્મને સમજીને તેને પ્રગટ કરવા પોતે જે કાંઈ વેપાર કરી રહ્યો હોય અને અન્ય વ્યક્તિ સમજપૂર્વક વિશુદ્ધ ધર્મ પ્રગટ કરવા સાસુકૂળ અન્ય વ્યાપાર કરી રહી હોય તો તે કાંઈ અધર્મનો વ્યાપાર ૧૭