________________
: ૨૫૮
જ્ઞાન પ્રદીપ.
કહેવાય જ નહિ અને તેનો નાશ કરવાની કે તેને હરાવવાની ભાવના વિશુદ્ધ ધર્માવલંબીને હાય જ નહિ, પરંતુ વિશુદ્ધ સાધ્ય સાધવામાં કદાચ કઈ વ્યક્તિ વિકળ સાધનનો ઉપયોગ કરતા અનુકૂળ સાધનના ઉપયોગ કરતાને જણાય તે હિતબુદ્ધિથી વિકળ સાધનવાળાને અનુકૂળ સાધનને ઉપદેષ્ટા થઈ શકે છે. વિશુદ્ધ સાધ્ય તેમજ વિશુદ્ધ સાધનવાળાને ઈર્ષા, વિરોધ કે અહંતા પીડી શકતા જ નથી. હરાવવાની કે નાશ કરવાની જેની બુદ્ધિ થાય છે તે ધર્મથી સર્વથા અજ્ઞાન છે. તેણે ધર્મને ઓળખે જ નથી. કદાચ કઈક પુસ્તકમાં વાંચ્યું હશે કે કાને સાંભળ્યો હશે પણ તેથી કાંઈ તે ધર્મનો જ્ઞાતા કહી શકાય નહિ. તેનાથી તો જડસ્વરૂપ પુસ્તક વધી જાય છે, કારણ કે પુસ્તક રાગદ્વેષ રહિત થઈને અનેકને બંધ થવામાં નિમિત્તભૂત થાય છે.
અનાદિ કાળથી સંસારસરિતાનાં પ્રબળ વેગથી વહેતા કષાય તથા વિષયરૂપ પ્રવાહના સન્મુખ પૂરે–વીર્યબળપૂર્વક સરિતાના પૂરમાંથી કાંઠે આવી જવું તે ધર્મ. આત્માના અનંતજ્ઞાન, દર્શન, વીય, સુખ આદિના જોક્તા બનવું તે ધર્મ, અને વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શ આદિના જોક્તા બનવું તે અધમ. (ક્તા એટલે તે તે ધર્મમાં વૃત્તિની સ્થિરતા-આસક્તિ). મહિનાઓ સુધી અન્નજળ છોડી દઈને જેઠ મહિનાના પ્રખર તાપથી તીવ્ર તપી ગયેલ રેતીમાં નગ્ન શરીરે આતાપને કેમ ન લેતો હોય? સહસ્ત્ર અગ્નિના કુંડ બનાવી તેની વચમાં બેસીને આતાપના કેમ ન લેતો હોય? શીતકાળની હિમમિશ્રિત સખ્ત શરદીમાં જળાશયમાં ઊભે રહીને શીત આતાપના કેમ ન લેતો હોય? સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લખેલાં પુસ્તક વાંચીને આત્મા