________________
: ૨૫૬ : જ્ઞાન પ્રદીપ, પારમાં મતભેદ પડે છે. કેઈ અમુક વ્યાપારને પૈસા પ્રાપ્ત કરવાનું સાધન માને છે ત્યારે કે તેનાથી ભિન્ન અમુક વ્યાપારને તેનું સાધન માને છે. જેવાં કે ઝવેરાત, કાપડ, સેનાચાંદી, અન્ન, કરિયાણું વિગેરે વિગેરે. સર્વત્ર સ્થળે સાધ્યને અનુકૂળ સાધન હોય તે જ સાધ્ય સિદ્ધ થઈ શકે છે.
પ્રતિકૂળ સાધનથી સાધ્યસિદ્ધિ થઈ શકતી નથી. આત્માને દેષમુક્ત કરવા નિર્દોષ સાધનોની અત્યાવશ્યકતા રહે છે. સદેષ સાધનોનો ઉપગ કરીને કેઈપણ નિર્દોષ બની શકતું નથી, માટે જ આત્મા વિશુદ્ધિ, પરમાત્મદશા, મુક્તિ પદ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ દેને સારી રીતે જાણીને નિર્દોષ સાધનોનો ઉપગ કરવો જોઈએ.
સંસારમાં દેશનાં કેન્દ્ર કષાય તથા વિષયાસક્તિ છે. જે સાધનમાં કષાય તથા વિષયાસક્તિ રહેલાં છે તે શાશ્વત ધર્મના સાધન બની શકતાં જ નથી. પ્રાણવધાદિનો પણ કષાય તથા વિષયાસક્તિમાં સમાવેશ થઈ જાય છે. દેવીદેવલાને અપાતાં પ્રાણીઓનાં બલિદાનો પણ વિષયાસક્તિને લક્ષીને જ હોય છે. પરમાત્માની વિશુદ્ધિ ઉપાસના સિવાયની સંસારમાં જેટલી ઉપાસના છે તે સઘળી કેવળ વિષયાસક્તિને માટે જ કરાય છે.
કેઈ પણ દેવી કે દેવતાની આગળ પ્રાણીને વધ કરે છે તે વધ કરનારની જેના આગળ વધ કરાય છે તે દેવ તથા દેવીને પ્રસન્ન કરીને ધન, જીવન, સ્ત્રી આદિ વસ્તુઓ મેળવવાની ઈચ્છા હોય છે અથવા તે શત્રુના વિનાશની, કેઈને વશ કરવાની કે પોતાના કાર્ય માં આડા આવનારને દૂર કરવાની ભાવના હોય છે, માટે તે બલિદાન ધર્મનું સાધન હોઈ શકે જ નહિ. કેટલાક પુણ્યકમ માટે યજ્ઞાદિમાં પશુવધ કરે છે પણ તે પુણ્યકર્મનું સાધન જ નથી.