________________
ધ સ્વરૂપ.
: ૨૫૫ :
પતિના અધિકાર ધરાવનાર વ્યક્તિએ પત્ની સાથે વવાના નિયમેાને અનુસરવું તે પતિધમ કહેવાય છે. ક્ષત્રિયપદ ધારણ કરનારે દુઃખી, નિરાધાર તથા પીડાતાઓનું રક્ષણ કરવું તે ક્ષત્રિયના ધમ કહેવાય છે. આવી જ રીતે માતા, પિતા, પુત્ર, રાજા આદિના પણ ધમ તેમની ફરજોને આશ્રયીને કહેવાય છે. ગૃહસ્થધમ અને સાધુધમ માં કાંઈક ફરક રહે છે. પૂર્વે અતાવેલ ધર્માને આત્મધની સાથે કાંઇપણ સબંધ નથી, નીતિની સાથે સંબંધ કહી શકાય. સ`સારવ્યવહારને આશ્રયીને જ એ ધર્મોની પ્રવૃત્તિ થઈ હેાય તેમ લાગે છે, અને એ સવ ધર્મોમાંથી કેટલાક પુણ્યકમના ઉત્પાદક હેાવાથી અમુક અંશે ધમાઁના સાધન માની તેમાં ધમ'ના ઉપચાર થાય છે; અને તેથી કરીને ઔપચારિક ધમ કહી શકાય.
ગૃહસ્થધમ તથા સાધુધમ દેશિવરિત તથા સવતિને આશ્રયીને જ ક્રિયાના રૂપમાં મુકાય છે, તે ઔપચારિક ધમ કહેવાય છે. વાસ્તવમાં, પરમાથી આત્મધમતા આત્માની નિષ્કમતાથી ઉત્પન્ન થયેલી પરમ વિશુદ્ધ પરમાત્મદશા જ છે.
સંસારવ્યવહારને આશ્રયીને ગૃહસ્થધમ તે ગૃહસ્થમાં રહેલ વ્યક્તિની ફરજરૂપ છે. ગૃહસ્થની ઝૂંસરી ગળામાં નાખનાર વ્યક્તિએ સ`સારની જનતા સાથે ગૃહસ્થના નિયમાનુસાર વર્તવું તે ગૃહસ્થધમ વ્યવહારિક કહેવાય છે,
ધમના વિભાગે। પડી શકતા નથી પણ ધમના સાધનાના વિભાગે પડી શકે છે. આત્માની વિશુદ્ધ પરમાત્મદશામાં કોઈના પણ મતભે નથી, પરન્તુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધના વ્યાપારોમાં મતભેદ રહે છે. પૈસા મેળવવાના સાક્ષ્યમાં તે કોઈના પણ મતભેદ નથી, પરન્તુ પૈસા મેળવવાના સાધન-ચા