________________
: ૨૫૪ :
જ્ઞાન પ્રદીપ,
\
\
\
/
/
\
\
/
/
\
-
સંસારમાં જે જે અધિકાર હોય તે પિતપોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે તે પોતાની ફરજ બજાવવારૂપ ધમ કહેવાય છે. ધર્મ વસ્તુ એવી છે કે તે માન્યતાગ્રાહ્ય કે કલ્પનાગ્રાહ્ય થઈ શકતી જ નથી, જેમકે કોઈ કલ્પના કરે અથવા માની લે કે અગ્નિ શીતલ છે અને તે તપેલાને શાન્તિ પમાડે છે; પાણી બાળે છે, આત્મા જ્ઞાનશન્ય છે વિગેરે વિગેરે. આવા પ્રકારની કલ્પના કરે કે માન્યતા ધરાવે છે તેને આશરો લેવાની સર્વથા આવશ્યકતા નથી, કારણ કે આ કલપનાઓ તથા માન્યતાઓ ખોટી છે. કેઈ અપેક્ષાને લક્ષમાં રાખીને જે એમ કહેતા હોય તે તે અમુક અંશે સત્ય હેવાથી ગ્રાહ્યા થઈ શકે; નહિ તે આબાળગપાળ પ્રસિદ્ધ વસ્તુ સ્વભાવધર્મમાં મતભેદને અભાવ હોવાથી અમુક અમુક કાર્યપ્રસંગે અમુક અમુક ધર્મસ્વરૂપ ધમીને આશરે લેવું પડે છે. ઉષ્ણતાની આવશ્યકતા હોય તે અગ્નિ, મીઠાશની આવશ્યક્તાવાળાને સાકર તેવી જ રીતે અન્યાન્ય ધમની આવશ્યક્તાવાળાને અન્યાન્ય દ્રવ્યને આશરો લે પડે છે અથવા બાળવાની આવશ્યક્તાવાળાને ઉષ્ણતાધર્મ, ઠંડકની ઈચ્છાવાળાને શીતળતાધર્મ ઈત્યાદિ સર્વમાન્ય તથા મતભેદશન્ય ધર્મને આશ્રય ઈચ્છિત કાર્ય સાધવા લે જ પડે છે, અને તે તે ધર્મોને આશ્રય લેવાથી તે પોતાનું કાર્ય સાધી શકે છે. જ્ઞાનધર્મને આશ્રય લઈને વસ્તુસ્થિતિનું ભાન કરી શકે છે તથા સુખશાંતિ અને મુક્તિ મેળવી શકે છે. હવે આ સ્થળે વિચારવાની એટલી જ જરૂરત છે કે ધર્મ શબ્દનો પ્રયોગ ઘણે સ્થળે કરાતે જોવામાં આવે છે. જેમકે પતિધર્મ, ક્ષત્રિય ધર્મ વિગેરે વિગેરે. ઉપર બતાવેલ ધર્મ શબ્દ તે આવા સ્થળોએ જોડાઈ શકો નથી પરંતુ ફરજ જે ધર્મને અર્થ થાય છે તે ધમ શબ્દ આવા સ્થળોએ જોડાઈ શકે ખરે.