________________
o
(
,
ધર્મસ્વરૂપ. Goooooooooooooooooooo (૨૯) સ્ટoooooooooooooooooooooce
ધર્મ એટલે વસ્તુસ્વભાવ. દરેક વસ્તુમાં ધમ રહેલો હોય છે. તે ધર્મ દ્વારા વસ્તુ ઓળખાય છે. વસ્તુ ધર્મી છે અને તે વસ્તુને ઓળખાવનાર અસાધારણ ગુણ ધર્મ કહેવાય છે. સાકર ધમી છે અને તેમાં રહેલા અસાધારણ મીઠાશ ગુણ તે ધર્મ છે. સાધારણ ગુણ ધર્મ ન થઈ શકે. સાકરમાં સાધારણ ગુણ કઠિનતા તથા વેતતા છે પણ તે ગુણે સાકરના જ નથી. પત્થર તથા ફટકડી વિગેરેમાં પણ કઠોરતા તથા વેતતા આદિ ગુણ રહેલા હોય છે માટે તે અસાધારણ ગુણે ન કહેવાય.
આવી રીતે આત્મા ધર્મ અને જ્ઞાનાદિ ધમ, ઉષ્ણુતા ધર્મ અને અગ્નિ ધમ, શીતતા ધર્મ અને પાણી ધર્મી. આ પ્રમાણે વસ્તુ માત્રમાં રહેલે અસાધારણ ગુણ ધર્મ કહેવાય છે.
અનંત ધમવાળી જે વસ્તુ કહેવાય છે તે પર્યાને આશ્રચીને કહેવામાં આવે છે. દ્રવ્ય માત્રમાં પ્રત્યેક સમયે પરિવર્તન પર્યાના નામે ઓળખાય છે અને એને જ લક્ષમાં રાખીને અનંત ધમવાળી વસ્તુ કહેવાય છે.