________________
પાપના પંથે.
: ૨૪૭ :
કરે છે (જેમકે-કોઈપણ જીવ નહીં મારું, જૂઠું નહી બોલું, ચેરી નહી કરું, બ્રહ્મચર્ય પાળીશ, પરિગ્રહ નહી કરું વિગેરે વિગેરે પ્રતિજ્ઞાઓ હજારે માણસની મેદની વચ્ચે) અને પછી તે કરેલી પ્રતિજ્ઞાઓને કિનારે મૂકીને પ્રભુની સાથે વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડીને પ્રભુને ગુનહેગાર બને છે. આ પ્રમાણે કૃતઘીપણું, દ્રોહ અને વિશ્વાસઘાત સવથા ત્યાજ્ય છે. નિરપરાધી બનવાની ઈચ્છાવાળાએ તે ધર્મના પ્રતિ કૃતઘી, દ્રોહી અને વિશ્વાસઘાતી ન બનવા નિરંતર અપ્રમાદી રહેવાની અત્યંત આવશ્યકતા છે. મહાપુરુષો તથા ધર્મના સાથે કરવામાં આવતા દ્રોહ આદિ જેટલા દુઃખદાયી અને અનંત સંસાર વધારી અનંતી માઠી ગતિએની અસહ્ય પીડા આપનાર નિવડે છે, તેટલા સામાન્ય જનતા સાથે કરવામાં આવતા કૃતજ્ઞતા આદિ દુઃખદાયી નિવડતા નથી, માટે આત્મહિતૈષીઓએ કૃતજ્ઞતા, દંભ તથા વિશ્વાસઘાત આદિ પાપના આશ્રયમાં એક ક્ષણ પણ ન રહેવું જોઈએ.