________________
: ૨૪૬ ઃ
જ્ઞાન પ્રદીપ.
આ પ્રમાણે પાપના અનેક પ્રકારે છે, પરંતુ પાપની પૂર્ણ હતિ વિશ્વાસઘાતમાં થાય છે, અર્થાત્ બધા ય પાપને વિશ્વાસઘાતમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે વિશ્વાસઘાતી માયાવી તથા જૂઠાબોલા હોય છે તથા એમનામાં દંભની માત્રા પણ અધિકતર હોય છે અને ધર્મની શ્રધ્ધા પ્રાયઃ હોતી નથી. એ સુદ વાસનાના દાસ હોવાથી પરેને વિશ્વાસ ઉત્પન્ન કરવા બીજાની માન્યતા પ્રમાણે ડોળ-આડંબર કરે છે. જેમની પાસેથી પોતાની વાસનાની તૃપ્તિ કરવી હોય તેમને પોતાની તરફ આકર્ષવાને તેમના વિચાર પ્રમાણે બાહા પ્રવૃત્તિ રાખે છે. બીજા સંપૂર્ણપણે વિશ્વાસની જાળમાં ફસાયા પછી તેમને છેતરવાને ક્ષણ માત્ર વિલંબ કરતા નથી. જ્યાં મિથ્યા ડેળઆડંબર રહેલું હોય છે ત્યાં વિશ્વાસઘાત સારી રીતે વસેલો. હેય છે. વિશ્વાસઘાતીથી સામેના માણસને થતા આઘાત, પીડા કે દુઃખથી વિશ્વાસઘાતીને જરા ય ખેદ કે દુઃખ થતું નથી; પરંતુ પોતાની ક્ષુદ્ર વાસના તૃપ્ત થવાથી આનંદ તથા સંતોષ માને છે. એમને બીજાનું હિત થાઓ કે અહિત થાઓ તેની લેશ માત્ર પણ પરવા દેતી નથી. એમનું હૃદય અત્યંત કઠેર અને મલિન હોય છે. વિશ્વાસઘાતી સહુથી ઉચ્ચ કેટીને પાપી એટલા માટે કહેવાય છે કે પ્રભુની સાથે પણ વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડે છે. પ્રભુત્વ વિનાના માણસ તો અજ્ઞાન હોવાથી વિશ્વાસમાં ફસાઈ જઈને પિતાને સર્વનાશ કરી બેસે છે એટલે તેમની સાથે તે વિશ્વાસઘાત થઈ શકે, પરંતુ પ્રભુ તે સર્વજ્ઞ છે તેમની સાથે વિશ્વાસઘાત કરનાર કેટલે કઠેર હદયને અને શ્રદ્ધા વગરને પાપાત્મા હવે જોઈએ. વિશ્વાસઘાતી જાણે છે કે પ્રભુથી કાંઈ પણ છાનું નથી છતાં પ્રભુની સાક્ષીએ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ.