________________
પાપના પંથે.
A
વિપત્તિમાં નાખવા એમને સતત પ્રયાસ ચાલુ જ રહે છે. દ્રોહી માણસેને દ્રોહ કરવાને કઈ પણ અયોગ્ય હેતું નથી. માતાપિતા, સ્વામી, ગુરુ, પુત્ર, સ્ત્રી આદિ સર્વને દ્રોહ કરે છે. બીજાને સુખી જોઈ તેને દુઃખી કરવા પ્રયાસ કરે છે અને દુઃખી જોઈ સુખ મનાવે છે, રાજી થાય છે. આવા માણસે મેથી મીઠાબેલા પણ હદયમાં ઝેરથી ભરેલા હોય છે. એમનામાં દેખીતી રીતે વિનય તથા નમ્રતાની માત્રા બીજા કરતાં અધિકતર દેખાય છે, પણ અંતઃકરણ અનિષ્ટની ભાવનાથી વાસિત હોય છે. આવા માણસે મુખ્યત્વે કરીને પિતાના સંબંધીઓ, સ્નેહીઓ તેમજ ઉપકારીઓનું અનિષ્ટ, અકલ્યાણ, અહિત કરીને અત્યંત સંતેષ માને છે. બીજાને આપત્તિ-વિપત્તિમાં નાંખવાના પ્રયાસમાં ફાવી ન શકે તે તેમના હદય શેકથી બળ્યા કરે છે. એમનામાં અસીમ અસહિષ્ણુતા રહેલી હોવાથી અન્યની અદ્ભુત ગુણસ્તવના સાંભળીને કે ગુણવાન શ્રેષ્ઠ પુરુષો દ્વારા કરવામાં આવતો આદરસત્કાર જેઈને અત્યંત દુઃખી થાય છે.
ધર્મદ્રોહી સર્વદ્રોહીઓમાં અગ્રસ્થાને છે. વિષયાસક્ત માનવી પિતાની ક્ષુદ્ર વાસના સંતોષવાને ધર્મપ્રિય શ્રદ્ધાળુના હૃદયમાંથી ‘ધમવાસના દૂર કરીને અનેક પ્રકારની કુયુક્તિઓથી ધમને દ્રોહી બને છે. પુદ્ગલાનંદીપણાને લઈને મિથ્યા શ્રદ્ધા હોવાથી ‘ધર્મ તથા ધર્મના અવર્ણવાદ બેલે છે, મુક્તિપથપ્રદર્શક સમ્યમ્ શાસ્ત્રને વખેડે છે, વિશુદ્ધ ધર્મમાગે ગમન કરનારાએને અછતા દે દેખાડીને માગભ્રષ્ટ કરે છે. ધમને વિકાસ તથા ઉન્નતિ જોઈને હૃદયમાં બળે છે અને ધર્મ તેમજ ધમી ઉપર અછતા આપ મૂકી પોતાની દૃષ્ટિથી દૂષિત કરીને ધર્મને દ્રોહ કરે છે.