________________
પાપના પંથે.
: ૨૪૩ :
અને નિરક પાપ ઉપાર્જન કરીને અપરાધી બને છે. મિથ્યાભિમાની સત્તાધારીઓમાં પણ અસહિષ્ણુતાની માત્રા અધિક હાય છે અને એટલા માટે જ તેઓ પણ નિરપરાધી માનવીઓને દુઃખ આપવામાં કમી રાખતા નથી અને નિરર્થક વધારે અપરાધી અને છે. આ બધા ય પાપ ઉપાર્જન કરી અપરાધી બનનારાઓ કરતાં પણ વધારે પાપ ઉપાર્જન કરી અપરાધી બનનારા સંસારમાં કૃતા, દ્રોહીએ અને વિશ્વાસઘાતી છે. કૃતઘ્ર માણસામાં નિયતા અતિશયપણે રહેલી હાય છે. કૃતઘ્ર માણુસના મરતાં પ્રાણુ બચાવ્યા હાય તે પણ સમય આવ્યે તે બધું ય ભૂલી જાય છે, અને પ્રાણ મચાવનારના પણ પ્રાણ લેવા તૈયાર થઈ જાય છે. માતાપિતાએ અનેક પ્રકારના કષ્ટો સહન કરીને મોટા કરેલા કુપુત્રા માટા થયા પછી વડિલાપાર્જિત સંપત્તિ મેળવીને કાંઇક સુખી સ્થિતિ પ્રાપ્ત કરવા છતાં પણ માતાપિતાની સેવા કરવાને અદલે તેમને અનેક પ્રકારની કનડગત કરે છે, તેમની આજ્ઞાનુ ઉલ્લંઘન કરીને અથવા તા અનાદર તથા તિરસ્કાર કરીને માનસિક દુઃખ આપે છે, પ્રતિકૂળ આહાર આદિદ્વારા તેમજ તાડના, તજના કરીને શારીરિક દુ:ખ આપે છે, અને છેવટે અત્યત ધૃણા આવવાથી માતાપિતાનું મૃત્યુ ચિંતવી માતૃધાતી પિતૃધાતી થવામાં જ પેાતાને કૃતકૃત્ય માને છે. એક વ્યક્તિ કે જે અત્યંત કંગાળ સ્થિતિમાં હાય અને જેના ઉપર અન્નદેવ પણ નિરંતર અપ્રસન્ન રહેતા હાય એવી સ્થિતિવાળાની કામ દયાળુ માણસ દયા ખાઇને પેાતાના તન, મન, ધનના ભેાગે પણ તેને સારી સ્થિતિમાં લાવી મૂકે, અને તે સારી રીતે સુખમય જીવન ગાળતા હાય એવે સમયે દૈવવશાત્ તેના ઉપકારીની અત્યંત નખળી સ્થિતિ થઇ જાય તેા તેના કરેલા ઉપકાર ભૂલાવી