________________
: ૨૪૧ :
જ્ઞાન પ્રદીપ.
સાથે માયાવી મૈત્રી કરીને તેનું કાસળ કઢાવે છે, અથવા તે વિશ્વાસઘાત કરીને આપત્તિવિપત્તિના એવા પ્રસંગેા ઊભા કરે છે કે જેથી કરી તેનુ જીવન દુઃખમય ખની જવાથી પરિણામે તેને આત્મઘાતના આશ્રય લેવા પડે છે.
જીવવાના તેમજ આનંદ, સુખ તથા મેજશેાખના સ્વાર્થ આડા આવવાથી તેા માનવીએ બીજાને સંતાપી, દુઃખ દઈને અત્યંત પાપ ઉપાર્જન કરે છે અને અપરાધી બને છે; પરંતુ જેમને લેશમાત્ર પણ સ્વાથ હાતા નથી એવા તુચ્છ પ્રકૃતિવાળા કેવળ મિથ્યાભિમાન, અસહિષ્ણુતા, સત્તા, દ્વેષ, વિરોધ, ઇર્ષા આદિને આધીન થઇને બીજાની ઉપર અણગમા આવવાથી જ તેમને નિરર્થક દુઃખી કરે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિ ઊભી કરીને તેના જીવનને અકારું બનાવી નાંખે છે. પેાતાની આણુમાં વર્તાવવા ખીજાના મળને અસત્ય તથા છળની સહાયતાથી અનેક પ્રકારની ખટપટા કરીને શિથિલ મનાવી નાંખે છે. ખોજાને આર્થિક તથા શારીરિક નુકસાન પહોંચાડીને અત્યંત આનંદ મનાવે છે. ીજો સુખી હાય, સ`પત્તિવાળો હાય, ગુણવાન તરીકે ઓળખાતા હાય, માનવીએમાં સારો આદરસત્કાર મેળવતા હાય તેા તેને તુચ્છ પ્રકૃતિવાળા માનવીઓના હૃદય હલકાં હાવાથી સહન કરી શકતા નથી અને તેમને હલકા પાડવાને ઘણા નીચ પ્રયાસે આદરે છે. અચ્છતા દોષોના આરોપ સકીને જનતામાં અવર્ણવાદ બેલે છે. પ્રમાણિક સભ્ય સજ્જન માનવીએ તે આવી હલકી વ્યક્તિઓની અવગણના જ કરે છે; પરંતુ તેના જેવા જ હલકા હૃદયવાળા ઇર્ષ્યાળુ માનવીએ તેના એલને વધાવી લઇને અને ઉત્તેજન આપીને જ્યારે સક્રિય ભાગ લે છે ત્યારે તો તે પેાતાના હૃદયમાં અત્યંત આનંદ મનાવે છે,