________________
પાપના પંથે.
: ૨૪૧ ઃ
આવેશથી પણ બીજા અને કનડીને સંતોષ માને છે. જેમની પ્રકૃતિમાં અસહિષ્ણુતા તથા અભિમાનની માત્રા અધિકપણે રહેલી હોય છે તેઓ જે શારીરિક તથા આર્થિક સંપત્તિથી સબળ હોય અને તેના વચનનું કે વર્તનનું અપમાન કરનાર બંને પ્રકારે નિર્બળ હોય તે શારીરિક તથા માનસિક બંને પ્રકારની પીડા આપવામાં પોતાને મળેલી સંપત્તિનો દુરુપયોગ કરે છે. સશસ્ત્ર કે નિઃશસ્ત્રપણે નિર્બળના શરીર ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડે છે, અથવા તે દ્રવ્યવ્યય કરીને બીજાની મારફત તેને શારીરિક દુઃખ ઉત્પન્ન કરાવે છે. તથા તેની જીવનવૃત્તિનો ભંગ કરવા પોતાની શક્તિ વાપરીને તેને માનસિક પીડા ઊભી કરે છે; તેની આજીવિકાના સાધનોને તેડવા પ્રયત્ન આદરે છે, કેઈને
ત્યાં નોકર હોય તે શેઠને અવળું સમજાવીને રજા અપાવે છે, કેઈના આશ્રય તળે ધંધે કરી રળી ખાતે હોય તો આશ્રય આપનારના હદયમાં માયાવીપણે તેના માટે અપ્રમાણિકતાની છાપ બેસાડીને નિરાશ્રિત બનાવે છે, અછતા દેશોનો આ૫ કરીને અને અપરાધી બનાવીને રાજપુરુષો દ્વારા શિક્ષા કરાવે છે. આવા અનેક પ્રસંગે ઉપસ્થિત કરીને પણ બીજાને માનસિક વ્યથાને ભાગી બનાવે છે. જે તેઓ આર્થિક અથવા તે શારીરિક સ્થિતિમાં બીજાથી નબળા હોય તે કેવળ માયા–પ્રપંચ તથા અસત્યનો આશ્રય લઈને, બીજાને દુઃખી કરીને પોતે શાંતિ મેળવે છે. અન્યને અવળું સમજાવીને તેના અનેક વિશેધીએ ઊભા કરે છે. તેની પ્રિય વસ્તુને વિચ્છેદ કરીને તેનું મન દુભાવે છે. જે સામેને માણસ ધર્મપ્રિય હોય તે તેના ધર્મ કાર્યમાં આડે આવીને તેને દુઃખ ઉત્પન્ન કરે છે. સામેના માણસ
૧૬