________________
: ૨૪૦ઃ
જ્ઞાન પ્રદીપ.
પડે છે, અને તેના અંશે અપરાધી પણ બનવું પડે છે, તે પણ ઓછા અપરાધે જીવાય તે અત્યંત ઉત્તમ છે; કારણ કે તેમ કરવાથી આત્મા પાપથી ઓછો લેપાય છે. બીજા જેને જીવાડીને જીવનારા કે જેઓ સપુરુષોની કેટીમાં ગણાય છે એટલે દરજે તે નહીં પણ ઓછા અપરાધે જીવનારા સાધુપુરુષની પંક્તિમાં ભળી શકે છે, અને સમજુ સંસાર તેમને બહુમાનની દ્રષ્ટિથી જુએ છે તેમ જ તેમનું અનુકરણ કરવા ઉઘુક્ત થાય છે.
જીવવાના સ્વાર્થ સિવાય બીજા અજ્ઞાનતાથી પિતે માની લીધેલા આનંદ, સુખ, શાંતિ, સંતોષ, તૃપ્તિ આદિ સ્વાર્થોને માટે પ્રાણીઓ નિરંતર પુષ્કળ અપરાધે સેવ્યા કરે છે, કારણકે ધર્મ તથા નીતિનું ઉલ્લંઘન કર્યા સિવાય બનાવટી ભ્રમિક આનંદ આદિ પ્રાપ્ત થઈ શકતા નથી. અને તે ઉલ્લંઘન બીજાને શેક, દુઃખ, અશાંતિ, અસંતેષ આદિ આપવાથી અવશ્ય થાય છે. તેમજ બીજાને શેક વગેરે પણ માયા, પ્રપંચ, છળ, અસત્ય, કાવાદાવા અને કપટથી તેની સાથે વર્તવાથી થાય છે. યદ્યપિ બીજાને આનંદ, સુખ, શાંતિ આપીને પોતે આનંદ,સુખ, શાંતિ મેળવવાવાળા પણ સંસારમાં હોય છે, પરંતુ તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. કારણ કે તેમ કરવામાં ક્ષુદ્ર વાસનાઓ તથા તૃષ્ણાઓનો ભેગ આપે પડે છે, તેમજ આર્થિક તથા શારીરિક સંપત્તિને વ્યય કરીને જીવનમાં કેટલાક દુઃખદ પ્રસંગેનો સામનો કરવો પડે છે અને એટલા માટે જ આવા દેવી પુરુષોનું પાપના પ્રસંગોમાં પાપની વિચારણામાં સ્થાન જ નથી.
મિથ્યાભિમાની માનવીઓની પ્રકૃતિમાં ઘણી જ વિલક્ષણતા રહેલી હોય છે, સ્વાર્થ હોય કે ન હોય તે પણ અભિમાનના