________________
પાપના પંથે.
: ૨૩૯ :
જ પ્રાપ્ત થાય છે પણ કાયિક દુઃખ આપનારના તે બીજાના શરીરને ઈજા પહોંચાડ્યા પછી અધ્યવસાય ફરી પણ જાય છે, અને પશ્ચાત્તાપ કરીને દુઃખી થનારની પાસેથી માફી પણ માગી લે છે, માટે જ માનસિક દુઃખ આપનાર શારીરિક દુખ આપનાર કરતાં વધારે અપરાધી છે. કેઈ માણસને કેઈએ શસ્ત્ર દ્વારા અથવા તો યષ્ટિ મુષ્ટિથી પ્રહાર કરીને ઈજા પહોંચાડી હોય કે જેને લઈને શરીરમાં ઘા પડ્યા હોય અથવા તો બીજી કંઈ પીડા થઈ હોય તો તેની ચિકિત્સા કરી મટાડનાર ઘણા મળી આવે છે કે જેને વૈદ્યડેકટર તરીકે ઓળખવામાં આવે છે; પણ માનસિક પીડા મટાડનાર સંસારમાં કેઈ નથી, તેની ચિકિત્સા નથી, ઔષધ નથી તેમજ ચિકિત્સાશાસ્ત્ર પણ નથી માટે જ શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ પ્રધાન છે.
સપુરુષ-મહાપુરુષ સિવાય મિથ્યાભિમાની સંસારના પ્રાણી માત્રમાં સ્વાર્થ રહેલો છે. આ સ્વાર્થ અનેક પ્રકારને હોવા છતાં તેને બે વિભાગમાં સમાવેશ થઈ શકે છે. એક તે જીવવાને માટે કરવામાં આવતા પ્રયત્નસ્વરૂપ અને બીજે મેજશેખ તથા આનંદ, સુખશાંતિ માટે કરવામાં આવતા પ્રયત્નસ્વરૂપ. કેવળ જીવવાના સ્વાર્થી બીજા જીને ઘણું કરીને શારીરિક દુઃખ આપનારા હોય છે; પણ એ સિવાયના બીજા સ્વાર્થીઓ તે મોટે ભાગે માનસિક તથા શારીરિક દુઃખ આપે છે, અને પિતાની ક્ષુદ્ર તૃષ્ણાઓને સંતોષે છે, છતાં પરિ. ણામે તેમને સંતોષ મળી શક્તો નથી. પ્રારંભમાં સંતોષ જણાય છે ખરો, પણ તે કેવળ તેમની એક ભ્રમણા જ હોય છે. છએ જે જીવન મેળવ્યું હોય તેમાં જીવવાને સ્વાર્થ તે સહને હોય છે, અને તેના માટે કોઈને કોઈ પ્રયાસ કરે જ