________________
: ૨૩૬ :
જ્ઞાન પ્રદીપ.
નિષ્ફળ અનાવવું હાય તેા પુદ્ગલાન’દીપણું છેોડીને આત્માનંદી અનેા. જ્યાં સુધી તમને પાંચે ઇંદ્રિયાના વિષયાને પાષી આનંદ મેળવવાને માટે અન્ય જીવેાના જીવન મૃત્યુને અપ`ણુ કરવાની અત્યંત આવશ્યકતા રહેશે, કારણ કે તે સિવાય જીવાએ ગ્રહણ કરેલા શરીરરૂપ પુદ્ગલા તમે મેળવી શકશે। નહીં, અને પુદ્ગલા મેળવ્યા સિવાય વૈષયિક આનંદ પણ મેળવી શકશે। નહીં. આ પ્રમાણે કરવાથી મૃત્યુ સબળ બનીને તમારું જીવન પણ ભક્ષણ કરી જશે; એટલુ જ નહીં પણ પેાતાના તુચ્છ વૈયિક સુખા માટે તમે જેટલા જીવાના શરીરાના ઉપયાગ કર્યો હશે તેટલા શરીરો બીજા જીવેાના પૌદ્ગલિક સુખના ઉપયોગ માટે તમારી પાસેથી લઈને તેમને આપશે, અને તમારે પણ તેટલા શરીર ધારણ કરાને આપવા પડશે. અને આ પ્રમાણે કરવાથી તમે કાઇ પણ કાળે મૃત્યુથી મુક્ત થઇને શાશ્વતું જીવન મેળવી શકશેા નહીં, અને મૃત્યુના ભય સદાને માટે તમારા સાથી રહેવાના જ, માટે તુચ્છ, અસાર, કૃત્રિમ વૈયિક આનંદ તથા સુખની તૃષ્ણા ત્યાગીને કાઈ પણ જીવના જીવનને મૃત્યુને ન આપવું કે જેથી કરીને મૃત્યુ સથા નિળ બની જશે અને તમારા શાશ્વતા જીવનના વિકાસ થવાથી મૃત્યુ તમારી પાસેથી હુંમેશના માટે વિદાય થઈ જશે.