________________
મૃત્યુસમીક્ષા,
: ૨૩૫ :
જીને જ કર્તવ્યાકર્તવ્યની ઉપેક્ષા કરી રહ્યા હોય, એવાઓની સમુખ મૃત્યુ જ્યારે ડેળા કાઢીને ઘુરકાવતું ઊભું રહે છે ત્યારે એકદમ તેમનું શરીર ઠંડું થઈ જાય છે અને આંખો મીંચીને અસહ્ય વેદના સહન ન થવાથી તરફડીયા મારતા દેહને ત્યાગ કરીને ચાલતા થાય છે.
માનવી મૃત્યુને હાંકી કહાડવાને મૃત્યુના દાસ બનેલાની સહાય તથા સલાહ લે છે. ત્યારે તેઓ એ જ સલાહ આપે છે કે જ્યારે મૃત્યુ તમારા જીવનમાં ઉપદ્રવ કરવાની શરુઆત કરે કે તરત જ તમારે બીજા શુદ્ર જીના જીવન મૃત્યુને અર્પણ કરી દેવાં, જેથી કરીને તે તમારા જીવનને જરા ય ઈજા પહચાડશે નહિ. આ પ્રમાણે તેઓ સલાહકાર થાય છે, એટલું જ નહીં પણ બીજાને મેતથી બચાવવાને અને પોતે પણ મતથી બચવાને તેમજ તેને પરાજય કરવાને અનેક જીવને મૃત્યુના મેંમાં હડસેલીને અખતરા કરે છે, છતાં છેવટે અત્યંત શીઘ્રતાથી મૃત્યુ તેમને કેળિયો કર્યા સિવાય રહેતું નથી, કારણ કે અનેક જીના જીવનનું ભક્ષણ કરવાથી મૃત્યુ નિબળ બનવાને બદલે અત્યંત સબળ થાય છે. તેમજ જીવન ભક્ષણ કરવાને ટેવાઈ ગયેલું હોવાથી અન્યના જીવન આપનારના જ જીવનને ભક્ષણ કરી જાય છે. મૃત્યુને પરાજય કરીને તેના દાસત્વમાંથી છૂટવાને માટે મૃત્યુને પરાજય કરીને સર્વથા સ્વતંત્ર બનેલાં શુદ્ધાત્માઓની સલાહ લઈને તેમના બતાવેલા માર્ગે ચાલવાની અત્યંત આવશ્યકતા છે. આવા મૃત્યુથી મુક્તિ મેળવીને સ્વતંત્ર બનેલા મહાપુરુષે, મૃત્યુને નિબળ બનાવી પરાસ્ત કરવાની ભાવનાવાળા અર્થાત્ શાશ્વતું જીવન મેળવવાની ઈચ્છાવાળા પ્રાણીઓને વારંવાર ભાર દઈને જણાવે છે કે જે તમારે મૃત્યુને