________________
: ૨૩૪ :
જ્ઞાન પ્રદીપ.
નીકળે છે કે તરત જ ઠેકર વાગે છે અને મૃત્યુ જીવન ઝૂંટવી લઈને પલાયન કરી જાય છે કે તત્કાળ હેશના વાદળ વિખરાઈ જાય છે અને બધું યે હતું ન હતું થઈ જાય છે.
સંપત્તિની કે રાજ્યશાસનની સત્તાથી સત્વહીન થઈને બીજાને કનડવામાં જ સત્તાની સાર્થકતા સમજનાર સત્તાધ માનવી, અનાથ-અસહાય અને નિર્દોષ પ્રાણીઓને સતાવીને તેમના સુખી જીવનમાં વિન ઉપસ્થિત કરી રહ્યો હોય, જીવનનિર્વાહ નષ્ટ કરવાની આશંકાથી ભયભીત બનેલા અનેક જીવોના નમ્ર નમન તથા આજીજીઓ મેળવવા છતાં તેમના તરફ કરડી નજરથી નિહાળી રહ્યો હોય; સત્તા-મદને ઘેનમાં યદ્રા તદ્દા માર્મિક વચનોની વૃષ્ટિ કરીને ઉગ તથા ભયના શીતથી કંપાવી રહ્યો હોય, મૃત્યુને વિસારીને તુચ્છ ધનના લાભથી બીજા છે કે મરે તેની પણ પરવા ન રાખીને તેમની પાસેથી રક્તની જેમ ધનને ચૂસી રહ્યો હોય, એટલામાં મૃત્યુ આવીને તેનું પ્રાણધન હરી લે છે કે જેથી કરીને તેને અગ્નિનું શરણ લેવું પડે છે અને છેવટે રાખ ભેગું ભળવું પડે છે.
કહેવાતા વિદ્વાન, પંડિત કે સાક્ષર, ઓળખતા વૈદ્ય કે ડોક્ટર અને પૂછાતા વકીલ કે બેરિસ્ટર કઈ ધનને માટે તે કેઈ કામલાલસાને માટે, કેઈમાન પ્રતિષ્ઠાને માટે તે કઈ પોતાની બુદ્ધિ મત્તા તથા ડહાપણ બતાવવાને માટે, કઈ પ્રસિદ્ધિને માટે તે કઈ તુચ્છ સ્વાર્થ સાધવાને માટે છળ-પ્રપંચ કરી અનેક પ્રકારના કાવાદાવા કરી રહ્યા હોય; અસત્ય તથા અનીતિના આશ્રય તળે આનંદ મનાવી રહ્યા હોય; વિશ્વાસુઓના વિશ્વાસઘાત કરીને અછતા ગુણેની શ્રદ્ધા બેસાડવા આડંબરની જાળ પાથરી રહ્યા હેય; જાણે મેત પિતાને ઓળખતું જ નથી એમ સમ