________________
મૃત્યુસમીક્ષા.
: ૨૩૩ :
કુટુંબ કે સ્વર્ગીય સુખમાંથી તેમની પાસે અંશ માત્ર પણ અવશિષ્ટ રહેતું નથી.
મમતાળુ માનવી અજ્ઞાનતાને લઈને મોતની કળાને કળી શકતો નથી, મતના કાવાદાવા સમજી શકતો નથી અને ઘણી જ રાજીખુશીથી મે તને મળવા તેની બતાવેલી દિશામાં પ્રયાણ કરે છે અર્થાત વિષયાસક્ત બનીને હદ ઉપરાંત વિષય સેવે છે. ક્રોધના આવેશમાં ખૂન કરે છે, અથવા તે કૃહવાડો કરે છે. માનના આવેશથી અનેક દુશ્મન ઊભા કરે છે. માયાને વશ થઈને અનેક ખટપટ કરીને અને વિશ્વાસઘાત કરીને અનેકને દ્રોહી બને છે. લોભમાં વશ થઈને સમુદ્ર તથા મહાન્ અટવીઓ ઓળંગે છે. આ પ્રમાણે મૃત્યુની દિશામાં પ્રયાણ કરવાથી પરિણામે મૃત્યુ જીવનસર્વસ્વ ઝુંટવી લે છે જેથી કરીને જીવનથી દરિદ્રી થયેલ માનવી પરલોકમાં પ્રયાણ કરી જાય છે.
ધનસંપત્તિ, કુટુંબ પરિવારની ગમાથી હૂંફળો થયેલે માનવી બધુંયે કાંઈ સાથે લઈને ફરતા નથી. સાથે તે ફક્ત શરીર ઉપર બેચાર વસ્ત્રો કે બેચાર ઘરેણાં અને એથી ય વધારે ગણીયે તે ખીસામાં બસો, પાંચસે કે હજારના નાણાં. બાકીની સંપત્તિ તે જ્યાંની ત્યાં પડેલી જ રહે છે, કેવલ સંપત્તિનું અભિમાન જ પિતાની સાથે રાખે છે અને મનમાં મમતાના ઉભરાથી પિતાને સુખમાં નિમગ્ન જુએ છે. આ માનવી નાટકસિનેમા જેવા બેઠેલા હોય છે, નાટકસિનેમામાં શૃંગારરસપૂર્ણ દશ્ય જુએ છે, કામવાસનાથી વાસિત હૃદયે દશ્ય પ્રમાણે ઘેર જઈને વર્તવા મનસુબો કરે છે, કામેચ્છા શીધ્ર પૂર્ણ કરવાની હાંશ અત્યંત આતુર બનાવી દે છે અને નાટકસિનેમાની પૂર્ણહતિ થતાંની સાથે જ ઉતાવળમાં નાટ્યશાળાના દરવાજા બહાર