________________
- જન
: ૨૩ર :
જ્ઞાન પ્રદીપ થતું નથી અને એટલા માટે જ જીવને દેહ ઉપર વધારે મમતા હોવાથી તેને છૂટી જવાને મોટો ભય રહે છે.
મૃત્યુને કાળ અથવા તે ક્ષેત્રને પ્રતિબંધ નથી. ગમે તે કાળે અને ગમે તે સ્થળે આવી શકે છે. મૃત્યુ આવ્યા પછી એક ક્ષણ પણ વિલંબ કરતું નથી, અધૂરાં કાર્ય પૂરા કરવા દેતું નથી; સગાસંબંધીને મળવા દેતું નથી, પ્રમાદવશ થયેલા અવ્યવસ્થિત જીવનને વ્યવસ્થિત કરવા દેતું નથી અને જીવને સીધે પરલોકના પંથે પ્રયાણ કરાવી દે છે. રસ્તામાં ચાલ્યા જતા હોઈએ, અનેક પ્રકારની આશા-તૃષ્ણાઓના ઉભરાઓ ઉપરાઉપર આવી રહ્યા હોય, ઉત્તરોઉત્તર અનેક કાર્યો સિદ્ધ થવાની સંપૂર્ણ ખાતરીથી આનંદ તથા હર્ષ હદયમાં સમાતો ન હોય એવે સમયે અને એવે સ્થળે જેમ બાજપક્ષી ચકલાને ઉપાડીને લઈ જાય છે તેમ મૃત્યુ જીવને ઝડપથી લઈ જાય છે કે તરત જ માનવીની સંકલ્પવૃષ્ટિનો પ્રલય થઈ જાય છે.
લાખો-કરોડની જંગમ-સ્થાવર મિલકત હોય, સ્ત્રી, પુત્રપુત્રી, કાકા-ભત્રીજા, માતા-પિતા, ભાઈ-ભગિની આદિ બહોળું કુટુંબ હેય, ઘરથી પેઢી સુધી પણ પગપાળા ન જવું પડતું હોય, પાંચ દશ દાસ-દાસીઓ પડતા બેલ ઝીલી લેવા હરવખત હાજર ઊભા જ હોય, એવા લૌકિક દૃષ્ટિએ કહેવાતા પાંચ સાત શ્રીમતે સ્વસંપત્તિના ગર્વમાં ચકચૂર બનીને આનંદથી મેટરમાં બેસીને લટાર મારવા નીકળી પડ્યા હોય અને કેઈ એક ઉપવનમાં વૃક્ષેની ઘટામાં અનેક પ્રકારની કીડામાં સ્વર્ગીય સુખ અનુભવી રહ્યા હોય, એવામાં મૃત્યુ આવીને જીવનદીપક બુઝાવી નાખે છે અને સઘળુંયે અંધકારમય થઈ જાય છે. સંપત્તિ,